બહુ સુંદર હોવ તો જોબ ન પણ મળે હોં!  - Sandesh
1.6M
1M
1.7M
APPS

બહુ સુંદર હોવ તો જોબ ન પણ મળે હોં! 

 | 12:30 am IST
  • Share

 રૃપાળાં શિંગડાં હરણ માટે તેના મૃત્યુનું કારણ બન્યાં હતાં તેમ એક યુવતી માટે તેની સુંદરતા બેરોજગારીનું કારણ બની છે. ખરેખર તો જ્યારે વ્યક્તિ કાબેલ ન હોય, આવડત ન હોય ત્યારે નોકરીના ઈન્ટરવ્યૂમાં રિજેક્ટ થાય છે. રિસેપ્શનિસ્ટ, પી.એ વગેરે જોબ તો એવી છે કે તેમાં હોશિયારીની સાથે સાથે સુંદરતા પણ હોવી જરૃરી છે, પરંતુ એમી કુપ્સ નામની મોડેલને નોકરી મેળવવામાં તેની સુંદરતા રોડું બની રહી છે. ૩૨ વર્ષીય એમી કુપ્સ મોડેલિંગ કરતી હતી, પણ અમુક કારણસર તેને નોકરી કરવાની જરૃર પડી. એમીના કહેવા અનુસાર તેના શાનદાર લુક અને બોલ્ડનેસને કારણે તેને ઈન્ટરવ્યૂમાં રિજેક્શનનો સામનો કરવો પડે છે. થોડા સમય પહેલાં તે એક સ્ટોરમાં નોકરી માટે ઈન્ટરવ્યૂ આપવા ગઈ. જ્યારે તે મેનેજરની ઓફિસમાં ગઈ તો મેનેજર તેની ચેસ્ટ અને ચહેરાને જ ઘૂરતો રહ્યો. તેના ચહેરા પર પરસેવો વળી ગયો અને તે કાંપવા લાગ્યો. થોડી વારમાં તે ત્યાંથી ચાલ્યો ગયો અને પાછો આવીને મારાં વખાણ કરતાં કરતાં મને નોકરી આપવાની ના કહી દીધી. તે જ્યાં પણ ઈન્ટરવ્યૂ માટે જાય ત્યાં લોકો તેને ઘૂર્યા જ કરે છે. એમીનું કહેવું છે કે તેની બોલ્ડનેસ અને સુંદરતાને કારણે પુરુષો તેને જોઈને નર્વસ થઈ જાય છે. તેથી જ કદાચ તેને સારી જોબ નથી મળી રહી. એમીને મોડેલિંગ પસંદ છે, તે હાલમાં ટયૂશન કરાવે છે, પણ તે હવે કંઈક સ્થિર કામ કરવા ઇચ્છે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન