બાથરૂમમાં શાવર લગાવવાની યોગ્ય દિશા - Sandesh
  • Home
  • Supplements
  • Nakshatra
  • બાથરૂમમાં શાવર લગાવવાની યોગ્ય દિશા

બાથરૂમમાં શાવર લગાવવાની યોગ્ય દિશા

 | 2:30 am IST

 ગિઝરને અગ્નિ ખૂણે મૂકવું જોઈએ.  

 પાણીનો નિકાલ ઉત્તર કે પૂર્વ દિશામાં હોવો જોઈએ.  

 નળ અને શાવર ઉત્તર તરફ લગાવવા જોઈએ. બાથટબને પિૃમ, પૂર્વ કે ઈશાન તરફ, દક્ષિણની સામે માથું રહે એ રીતે લગાવવું જોઈએ.  

 શૌચાલય માટે ઉત્તર-પિૃમ આદર્શ છે, જ્યારે બાથરૂમમાં એટેચ્ડ શૌચાલય તો આ જ દિશામાં હોવું જોઈએ. શૌચાલય હંમેશ માટે સાફ રાખો. બને તો એરઝોસ્ટ ફેન લગાડો.  

 બાથરૂમમાં એટેચ્ડ શૌચાલય હોય તો હંમેશા ઓટોમેટિક ડોર કલોઝર રાખો, જેથી બાથરૂમનું બારણું લાંબા સમય સુધી બિનજરૂરી ખુલ્લું ન રહે.  

 ઈશાન ખૂણે શૌચાલય બનાવવું ન જોઈએ. તે ગંભીર વાસ્તુદોષ છે. સ્વાસ્થયસંબંધી ગંભીર તકલીફ, અકસ્માત, સંતતિમાં તકલીફ અને બિનજરૂરી તાણ તે પેદા કરે છે.  

 નૈઋત્યમાં શૌચાલય હોવું સારું નહીં, કેમ કે, તે આર્થિક તકરાર,ખોટ અને બિનજરૂરી ખર્ચ કરાવે છે.  

 શૌચાલયનું મુખ ઉત્તર કે પૂર્વ તરફ હોવું જોઈએ, કદી દક્ષિણ કે પિૃમ તરફ નહીં.  

 બેડરૂમના બારણાની સામે કદી શૌચાલય આવવું ન જોઈએ.  

 દાદરની નીચે શૌચાલય બનાવવું ન જોઈએ. એ જ રીતે, મકાનના મધ્ય ભાગમાં પણ શૌચાલય હોવું સારું ન કહેવાય.  

 પૂજારૂમ કે રસોડાની પાસે કે ઉપર શૌચાલય ન બનાવવું જોઈએ. શૌચાલયની ઉપર જ બીજું શૌચાલય બનાવવું માન્ય છે.