બાબરાની દુકાનોમાં આયુર્વેદિક આસવ નામથી જાહેર નશાકારક પદાર્થોનું ધૂમ વેચાણ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • બાબરાની દુકાનોમાં આયુર્વેદિક આસવ નામથી જાહેર નશાકારક પદાર્થોનું ધૂમ વેચાણ

બાબરાની દુકાનોમાં આયુર્વેદિક આસવ નામથી જાહેર નશાકારક પદાર્થોનું ધૂમ વેચાણ

 | 2:00 am IST
  • Share

બાબરા વિસ્તારની પાન પાર્લરો જાહેર હોટલોમાં આર્યુવેદિક કંટેનનું નામ આપી અને જુદી જુદી ફ્લેવરમાં મળતા આસવની ૩૦૦ એમ.એલની બોટલ આખી પીધા બાદ નશેડી લોકોને પાનો ચડતો હોય અને આવા આસવના ઓઠા હેઠળ જુદી જુદી કંપની પોતાની પ્રોડક્ટ બઝાર માં મૂકી યુવાધન સહિત તરૃણ કિશોર અવસ્થાના બાળકોના જીવન જોખમ કારક બનાવી રહ્યાની ચર્ચા ઉઠી છે. વ્યસની લોકો આસવ ઉપર દર્શાવેલ માત્રાના બદલે એક જ વખતે બે થી ત્રણ બોટલ પીવાનો ઉપયોગ કરે છે અને જાહેરબજારમાં આવી પ્રોડક્ટ રૃપિયા ૧૦૦ થી ૧૫૦ માં મળી રહી છે.

થોડા સમય પહેલા રાજકોટ અને ઓખા પોલીસ દ્વારા આવા વેચાણ અંકુશમાં લાવવા કુલ ૨૫૫૦ બોટલ કબજે કરી એફ્એસએલ પરીક્ષણમાં મોકલી હતી. બાબરામાં મોટા ભાગે વિદ્યાર્થી, તરૃણો આવા આસવની આડમાં વ્યસનના ખપ્પરમાં હોમાઈ રહ્યા છે. ત્યારે સ્થાનિક પોલીસ સહિત જીલ્લા ફ્ૂડ એન્ડ ડ્રગ વિભાગે તપાસ કરી અને આવા વેચાણો બંધ કરાવવા કમ્મરકસવા ની જરૃર છે. બાબરા પોલીસ મથકના ટાઉન વિસ્તારમાં દૈનિક ૫૦૦ બોટલોનું વેચાણ અંદાજવામાં આવે છે અને યુવાઓ આવા નશાકારક દ્રવ્યના સેવન બાદ ધુમસ્ટાઈલ બાઈક હંકારવા સહિત પોતાના વાલી સાથે જાહેરમાં બોલાચાલીના બનાવોથી ભદ્ર સમાજ માટે લાલબતી સમાન ઘટના ગણી શકાય.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન