બામણગામ નજીક ટેમ્પામાંથી રૃપિયા ૬.૯૦ લાખનો વિદેશી દારૃ ઝડપાયો - Sandesh
  • Home
  • Baroda
  • બામણગામ નજીક ટેમ્પામાંથી રૃપિયા ૬.૯૦ લાખનો વિદેશી દારૃ ઝડપાયો

બામણગામ નજીક ટેમ્પામાંથી રૃપિયા ૬.૯૦ લાખનો વિદેશી દારૃ ઝડપાયો

 | 3:19 am IST

 

પોલીસે બાતમી આધારે કરેલી કાર્યવાહી

પોલીસે ૧૦.૯૨ લાખના મુદ્દામાલ જપ્ત કરી બેની ધરપકડ કરી

ા કરજણ ા

કરજણ તાલુકાના બામણગામ પાટિયા નજીક રોડની બાજુમાં ઉભેલ આઇસર ટેમ્પામાંથી ચેકિંગ દરમિયાન ૬.૯૦ લાખનો દારૃ ઝડપાયો હતો. પોલીસે બે શખસની ધરપકડ કરી તપાસ કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે કુલ ૧૦,૯૨,૭૨૦નો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

આરઆરસેલ વડોદરા અને સ્થાનિક પોલીસે બામણગામ પાટિયા નજીકથી આ ટેમ્પો ઝડપી તેને અટકાવી પૂછપરછ કરતાં તેમાં બેઠેલ યુનીસ મહંમદ સીંધી રહે. ભૂતનાથ મંદિર ધોરાજી જિ. રાજકોટ તથા રફીક સીંધી રહે. રાજકોટની પૂછપરછ દરમિયાન સંતોષકારક જવાબ નહીં આપતાં પાછળ ઢાંકેલી તાડપત્રી ખોલી હતી. જેમાં દમણ અને બેંગ્લોરની બનાવટનો વિવિધ બ્રાન્ડની ઇંગ્લિશ દારૃની બોટલ નંગ ૧૬૪૪ કિંમત ટેમ્પાની કિંમત રૃ. ચાર લાખ તથા મોબાઇલ કિંમત રૃ. પાંચશો મળી કુલ રૃ. દશ લાખ બાણુ હજાર સાતસો વીસનો મુદ્દામાલ ઝડપી પાડયો છે. ટેમ્પાને કરજણ પોલીસ સ્ટેશનમાં લાવી મદ્દામાલની ગણતરી કરવામાં આવી હતી.

આ ઇંગ્લિશ દારૃ કયાંથી ભરવામાં આવ્યો હતો? કોને ભરાવ્યો હતો? વળી, કોને પહોંચાડવાનો હતો? તેમજ તપાસ દરમિયાન જેના નામ ખુલે તેના વિરૃદ્ધ પોલીસે ગુનો નોંધી તપાસ કાર્યવાહી હાથ ધરી છે.

;