બાયોડીઝલ કૌભાંડમાં ભાજપના મળતિયા, અધિકારીઓ અને ઝ્રસ્ર્ંના કર્મી સામેલ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Kutch-Bhuj
  • બાયોડીઝલ કૌભાંડમાં ભાજપના મળતિયા, અધિકારીઓ અને ઝ્રસ્ર્ંના કર્મી સામેલ

બાયોડીઝલ કૌભાંડમાં ભાજપના મળતિયા, અધિકારીઓ અને ઝ્રસ્ર્ંના કર્મી સામેલ

 | 2:00 am IST
  • Share

વિધાનસભાની ૨૦૨૨ માટેની ચૂંટણીઓની તૈયારીઓ મુખ્ય રાજકીય પક્ષોએ શરૂ કરી દીધી છે, ત્યારે મંગળવારે ભુજ આવેલા ગુજરાત પ્રદેશ કોંગ્રેસના પ્રમુખ અમિત ચાવડાએ કચ્છના બાયોડીઝલ કૌભાંડનો મુદ્દો ઉઠાવીને સીધા મુખ્યમંત્રી કાર્યાલય સુધી આકરા પ્રહારો સાથેના સનસનીખેજ આક્ષેપો કર્યા હતા. કચ્છના બાયોડીઝલ કૌભાંડમાં ભાજપના મળતિયાઓ, વહીવટી તંત્ર અને પોલીસના કેટલાક અધિકારીઓ અને ગાંધીનગરમાં મુખ્યમંત્રી કાર્યાલયના કેટલાક અધિકારીઓ હપ્તા લેવામાં સામેલ હોવાનું જણાવ્યું હતું. આ તમામે સરકારની તિજોરીને કરોડોનો આર્થિક ફટકો પહોંચાડયો હોવાનું પણ કહ્યું હતું. તેઓ કોંગ્રેસની ન્યાય યાત્રા અને સંયોજક સંમેલન માટે ભુજ આવ્યા હતા.   તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો મુજબ જનમિત્ર  નામના કોંગ્રેસી બૂથ ઈન્ચાર્જ તથા કાર્યકરોને ખાસ સંયોજક  તરીકેની તાલીમ આપીને ચૂંટણીમાં તેમની સરકાર બને ત્યાં  સુધીના પ્રયાસો કરાશે.
ભુજ આવેલા અમિતભાઈએ માધ્યમો સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, નર્મદા, ભુજોડી બ્રિજ સહિતના કચ્છના વણઉકેલ્યા પ્રશ્નો છે. સૌથી મોટો મુદ્દો બાયોડીઝલનો ગણાવીને આક્ષેપ કર્યા હતા. આરોગ્ય, શિક્ષણ, કાયદો વ્યવસ્થા ખાડે ગયા છે. ભાજપના લોકોનો રાજકીય એજન્ડા માત્ર સમૃદ્ધિનો હોવાના પ્રહારો કર્યા હતા.
દરમિયાન, કોરોનામાં સરકારની દૂરંદેશીનો અભાવ, આંકડા છુપાવવાની રમત વગેરેમાં લોકો ભોગ બન્યા હતા. કોંગ્રેસની ન્યાય યાત્રામાં ચાર મુદ્દાઓ જણાવાયા હતા, જેમાં કોરોનાના મૃતકોના પરિવારને ચાર લાખની સરકારી સહાય, ખાનગી સારવાર લેનારા કોરોનાના દર્દીઓને તેમના બિલની રકમ, મૃત્યુ પામેલા કોરોના વોરિયર્સના પરિવારજનોને સરકારી નોકરી અને સહાય, માસ્ક તથા ધમણ, રેમડેસિવિર ઈન્જેક્શનમાં થયેલા વેપાર મામલે જ્યુડિશિયલ ઈન્કવાયરી કરાવવાનો સમાવેશ થાય છે. કચ્છની મુલાકાત વખતે જિલ્લા પ્રમુખ યજુવેન્દ્રસિંહ જાડેજાએ ભૂમિકા સમજાવી હતી. પ્રવક્તા ઘનશ્યામસિંહ ભાટી અને દીપક ડાંગર, ગની કુંભાર સહિતના સામેલ થયા હતા.ભુજના ઉમેદભુવનમાં યોજાયેલી પત્રકાર પરિષદમાં પસંદગીના  લોકોને જ હોલમાં સામેલ કરાયા હતા. ભુજ શહેર પ્રમુખ કે  જેઓ પ્રદેશ કોંગ્રેસમાં મંત્રી છે તેવા રવીન્દ્ર ત્રવાડીને હોલની  બહાર ઊભવાનો વારો આવ્યો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન