NIFTY 10,096.40 +111.60  |  SENSEX 32,182.22 +348.23  |  USD 65.0800 -0.06
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બારડોલી પાલિકા શાસકો દ્વારા ચલાવાતા આકારણી કૌભાંડ સામે કોંગ્રેસનો વિરોધ

બારડોલી પાલિકા શાસકો દ્વારા ચલાવાતા આકારણી કૌભાંડ સામે કોંગ્રેસનો વિરોધ

 | 3:00 am IST

  • આજની સામાન્ય સભામાં ગેરકાયદે બાંધકામ પ્રોજેક્ટોની આકારણી કરવાના કારસા અંગે ચીફ ઓફિસર, ડે. કલેકટરને રજૂઆત  
  • બુડા, નગરનિયોજક, ડ્રાફટ ટી.પી., કલેકટર, રિયલ એસ્ટેટની મંજૂરી વગરની મિલકતોની આકારણી કરાતી હોવાનો આક્ષેપ

બારડોલી, તા. ૧૨

બારડોલી નગરપાલિકાની આજે ૧૩મીએ મળનારી સામાન્ય સભા પૂર્વે ૧૨મીના રોજ નગરપાલિકા વિરોધ પક્ષના નેતાઓએ પાલિકા ભાજપ શાસકો અને અધિકારીઓ દ્વારા બુડા ઓથોરિટી, નગર નિયોજક, ડ્રાફટ ટી.પી.ના અધિકારીઓના અભિપ્રાય વગર થઈ રહેલા બાંધકામોની બિનપરવાનગી આકારણી કરવાના ચાલતા કૌભાંડ સામે કાર્યવાહી કરવાની લેખિત ફરિયાદ ડે. કલેકટર અને ચીફ ઓફિસરને અપાતા પાલિકા વર્તુળમાં ખળભળટા મચ્યો છે.

પાલિકા વિરોધ પક્ષના નેતા કલ્પનાબેન આર. પટેલે પાલિકા ચીફ ઓફિસર, પાલિકા પ્રમુખ, બુડા ઓથોરિટી, ડે. કલેકટર બારડોલી, કલેકટર સહિત અન્ય ઉચ્ચ અધિકારીઓને લેખિત રજૂઆત કરી છે કે, તા. ૬-૯-૨૦૧૭ તથા ૨૫-૯-૨૦૧૭ના રોજ મળેલી કારોબારી મિટિંગમાં બિનપરવાનગીઓની કોર્મિશયલ હેતુ માટેની હાઈરાઈઝ બિલ્ડિંગોની પાલિકા દફતરે આકારણી કરતાં પહેલા બુડા ઓથોરિટી, નગર નિયોજક તેમજ ડ્રાફટ ટી.પી.ના લાગતા વળગતા અધિકારીઓનો સ્પષ્ટ લેખિત અભિપ્રાય અને સ્થળ નિરીક્ષણ કરી પાલિકાના ચીફ ઓફિસર તથા ટાઉનપ્લાનર એન્જિનિયરનો રિપોર્ટ પાલિકામાં જમા કરાવ્યા પછી યોગ્ય લાગે તો સમાન્ય સભાની મંજૂરી લઈને કાયદેસરની કાર્યવાહી કરી આકારણી કરવામાં આવે, કારણ કે આકારણીમાં આવેલી ઘણી મિલકતો જે તે વખતે ખેતીમાંથી બિનખેતી થયેલી છે. તેમના એન.એ.ના નકશામાં ફકત રહેણાંક હેતુ માટે જ એન.એ. થયેલ છે. તેમજ આમાની ઘણી મિલકતો કોર્મિશયલ હેતુ માટે બાંધકામ થયેલી હોય તેવું સ્પષ્ટ દેખાઈ આવે છે. જેથી આ શરતભંગનો કેસ હોય કલેકટરની પણ મંજૂરી લેવી પડે તેવી બાબત છે.

આથી કારોબારીની મિટિંગમાં લીધેલી આકારણીની અરજીઓવાળી અમુક મિલકતોમાં નાયબ કલેકટર તથા કલેકટરની કોર્ટમાં બાંધકામને લગતા કેસો ચાલી રહ્યા છે, તેમજ બહુમાળી બિલ્ડિંગો બનાવવા પહેલાં બુડા ઓથોરિટી બારડોલી તેમજ નગર નિયોજક સુરત પાસે પ્લાન મંજૂર કરાવવાનો હોય છે. એવો કોઈ પણ જાતનો પ્લાન અરજદારોએ મંજૂર કરાવેલો હોય તેવું લાગતંુ નથી. આથી અમારી ગંભીર ફરિયાદને ધ્યાને લઈ આજે ૧૩મીએ મળનારી સામાન્ય સભામાં આ રજૂઆતને વાંચનમાં લઈ સભાની મિનિટ્સમાં પણ નોંધ કરવા માંગ કરી છે.

;