બાળકને અભ્યાસમાં પડતી મુશ્કેલીને આ સરળ રીતે કરો દૂર - Sandesh
  • Home
  • Astrology
  • બાળકને અભ્યાસમાં પડતી મુશ્કેલીને આ સરળ રીતે કરો દૂર

બાળકને અભ્યાસમાં પડતી મુશ્કેલીને આ સરળ રીતે કરો દૂર

 | 6:22 pm IST

અભ્યાસ આજના સમયની સૌથી મોટી જરૂરીયાત છે. બાળકને અભ્યાસના પ્રારંભથી જ સખત મહેનત પણ કરવી પડે છે. જેથી તે અન્ય કરતાં પાછળ ન રહી જાય. દિવસ રાતની મહેનત છતાં દરેક વિદ્યાર્થીને અભ્યાસમાં સરખી સફળતા મળતી નથી. ઘણા વિદ્યાર્થીઓનું મન અભ્યાસમાં લાગતું જ નથી. સખત મહેનત કરવા છતાં સારું પરિણામ મળતું નથી. જો આવું તમારા બાળક સાથે પણ થતું હોય તો નીચે દર્શાવેલા ઉપાય તમને મદદરૂપ થઈ શકશે.
 
– ભગવાન શંકરને ચણાની દાળ ચઢાવવી.
– ગુરુવારે સવારે ત્રાંબાના કળશમાં રુદ્રાક્ષનો પાંચમુખી મણકો મૂકી ગુરુના મંત્રની પાંચ માળા કરવી. ત્યારબાદ તે કળશમાં દૂધ ભરવું અને પુન: 5 માળા કરવી. ત્યારબાદ રુદ્રાક્ષનો મણકો ધારણ કરવો અને તે દૂધ પી જવું.
– યાદશક્તિ વધારવા માટે વિદ્યાદાન કરવું. તેમજ ત્રાંબાનો જૂનો સિક્કો ગળામાં ધારણ કરવો.
– નિયમિત સવારે રુદ્રાક્ષની માળાથી ગુરુના બીજ મંત્રનો જાપ કરવો.