બાહુબલી પ્રભાસ 'આદિપુરુષ'માં રામ બનશે - Sandesh
1.6M
1M
1.7M
APPS

બાહુબલી પ્રભાસ ‘આદિપુરુષ’માં રામ બનશે

 | 3:00 am IST
  • Share

તાન્હાજી જેવી ઐતિહાસિક પૃષ્ઠભૂમિ પર આધારિત ફિલ્મ બનાવનાર ડિરેક્ટર ઓમ રાઉત બાહુબલી ફેઈમ અભિનેતા પ્રભાસને લઈને ફિલ્મ આદિપુરુષ બનાવી રહ્યાં છે. રામાયણની વાર્તા પર આધારિત આ ફિલ્મમાં રામનું પાત્ર પ્રભાસ ભજવી રહ્યો છે અને રાવણનું પાત્ર સૈફ અલી ખાન પાસે છે. જ્યારે સોનુ કે ટીટૂ કી સ્વીટી ફેઈમ સની સિંહ લક્ષ્મણ અને કૃતિ સેનોન સીતાનો રોલ કરી રહી છે. બાહુબલીની જેમ આ ફિલ્મને પણ લાર્જર ધેન લાઈફ દર્શાવવા માટે કોઈ કસર છોડવામાં નહીં આવે તેમ નિર્માતાઓનું કહેવું છે. થ્રીડી ફોર્મેટમાં બની રહેલી આ ફિલ્મમાં 8000 વીએફએક્સ શોટ્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. અગાઉ આ રેકોર્ડ બાહુબલીના જ નામે હતો. આ ફિલ્મનું બજેટ રૂ.400થી 500 કરોડની વચ્ચે હોવાનું કહેવાય છે અને તેને હિંદી ઉપરાંત તમિલ, તેલુગુ, મલયાલમ અને કન્નડમાં પણ રિલીઝ કરવામાં આવશે. ટી સીરિઝના ભૂષણ કુમાર ઉપરાંત ઓમ રાઉત, પ્રસાદ સુતર અને રાજેશ નાયર તેના પ્રોડયુસરો છે. હાલ આ ફિલ્મનું શૂટિંગ ચાલી રહ્યું છે અને આવતા વર્ષે 11 ઓગસ્ટે રજૂ થશે.  

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો