બિગ બોસ-15માં રશ્મિ અને દેવોલીનાની થશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી - Sandesh
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • બિગ બોસ-15માં રશ્મિ અને દેવોલીનાની થશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

બિગ બોસ-15માં રશ્મિ અને દેવોલીનાની થશે વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી

 | 4:32 am IST
  • Share

  સલમાન ખાન દ્વારા હોસ્ટ કરવામાં આવતો નાના પડદાનો સૌથી વિવાદાસ્પદ શૉ બિગ બોસ તેની ખૂબીઓ કરતાં વિવાદોને લઈને વધુ ચર્ચામાં રહે છે. સ્પર્ધકો વચ્ચે કોઈ ને કોઈ વાતે થતા ઝઘડા અને વિવાદોમાંથી દર્શકો ભરપૂર મનોરંજન મેળવે છે. બિગ બોસના ઘરમાં દરરોજ નવા વળાંક આવી રહ્યાં છે ત્યારે નવા સમાચાર મુજબ વીકેન્ડ કા વારમાં ત્રણ નવી વાઈલ્ડ કાર્ડ એન્ટ્રી થવા જઈ રહી છે. મળવી વિગતો પ્રમાણે વીકેન્ડના એપિસોડમાં દર્શકો અને સ્પર્ધકો માટે મોટી સરપ્રાઈઝ છે. જે અંતર્ગત ટીવીની હોટ અભિનેત્રીઓ રશ્મિ દેસાઈ અને દેવોલીના ભટ્ટાચાર્ય વાઈલ્ડ કાર્ડ સાથે બિગ બોસના ઘરમાં પ્રવેશ કરશે. તેમની સાથે અગાઉ શૉમાંથી બહાર થઈ ગયેલી શમિતા શેટ્ટી પણ પરત ફરશે. આ સિવાય બિગ બોસ મરાઠીનો હિસ્સો રહેલા અભિષેક બિચકુલે પણ જોવા મળશે. રશ્મિ અને દેવોલીના અગાઉ બિગ બોસ13માં પણ જોવા મળી ચૂકી છે અને એ સમયે શૉની સૌથી મજબૂત સ્પર્ધકો પૈકીની એક હતી. દેવોલીનાએ પીઠની સમસ્યાને કારણે શૉ અધવચ્ચે છોડવો પડયો હતો. તો શમિતા શેટ્ટી પણ પરત ફરી રહી છે જે મેડિકલ ઈશ્યૂના કારણે ઘરમાંથી બહાર હતી. જોવાનું એ રહેશે કે આ બધી અભિનેત્રીઓનો અંદાજ દર્શકોને કેટલો પસંદ આવે છે

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો