બિગ બોસ-15 ફ્લોપ, નબળા સ્પર્ધકોને જોઈને દર્શકો કંટાળ્યા! - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Cine Sandesh
  • બિગ બોસ-15 ફ્લોપ, નબળા સ્પર્ધકોને જોઈને દર્શકો કંટાળ્યા!

બિગ બોસ-15 ફ્લોપ, નબળા સ્પર્ધકોને જોઈને દર્શકો કંટાળ્યા!

 | 3:00 am IST
  • Share

ટીવીના સૌથી વિવાદાસ્પદ શો બિગ બોસની 15મી સિઝન હાલ ચાલી રહી છે. આમ તો દર વખતે આ શો તેમાં આવતા સ્પર્ધકોની આવડત કરતાં અણઆવડતને કારણે વધારે ચર્ચામાં હોય છે અને દર્શકો તેની મજા પણ લેતા હોય છે. પણ આ વખતે એક અઠવાડિયું વીતી જવા છતાં માહોલ જામતો નથી. આમ તો બિગ બોસની દરેક સિઝનની શરૂઆત આવી જ રહેતી હોય છે પણ છેલ્લે કોઈ મોટો વિવાદ ઊભો કરીને ટીઆરપી અંકે કરી દેવાતો હોય છે. અગાઉ આવી જ રીતે રૂબીના દિલૈક, સિદ્ધાર્થ શુક્લા અને ગૌહર ખાનને હિટ કરી દેવાયાં હતાં. જોકે એમાં પણ કેટલીક બાબતો એવી હતી જે શોના અઠંગ દર્શકોને જકડી રાખતી હતી. પણ આ વખતની સિઝનમાં તેનો પણ અભાવ જોવા મળી રહ્યો છે. અગાઉની સિઝનમાં જે રીતે વિવાદો, ગાળાગાળી અને પેંતરાબાજી થતી હતી તેમાંથી દર્શકોને ભરપૂર મનોરંજન મળતું હતું, પણ આ વખતે મનોરંજનનું તત્ત્વ જાણે સાવ ગાયબ થઈ ગયું છે. આખો શો સાવ બનાવટી લાગી રહ્યો છે. પ્રતીક સહજપાલ, શમિતા શેટ્ટી અને નિશાંત ભટ્ટ તો સીધા બિગ બોસ ઓટીટીમાંથી અહીં આવી ગયાં હોવાથી લોકો તેમનાથી ઉબાઈ ગયા છે. જો આમ જ ચાલ્યું તો બાકીના હપ્તા કાઢવામાં નિર્માતાઓની આંખે પાણી આવી જશે તે નક્કી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો