બિન સચિવાલય કલાર્ક પરીક્ષામાં વ્યાપક ગેરરીતી, પરીક્ષા રદ્દ કરો - Sandesh
 • Home
 • Newspaper
 • બિન સચિવાલય કલાર્ક પરીક્ષામાં વ્યાપક ગેરરીતી, પરીક્ષા રદ્દ કરો

બિન સચિવાલય કલાર્ક પરીક્ષામાં વ્યાપક ગેરરીતી, પરીક્ષા રદ્દ કરો

 | 6:21 am IST

 • રાજકોટ, અમરેલી, મોરબી સહિત સમગ્ર સૌરાષ્ટ્રમા આવેદનો પાઠવાયા
 • રાજકોટઃ ગત રવિવારે લેવાયેલી બિન સચિવાલય કારકૂનની પરીક્ષામાં મોટા પાયે ગરબડ ગોટાળા અને ગેરરીતી થયાના એક પછી એક પુરાવાઓ સોશ્યલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે ત્યારે મહેનત કરી પરીક્ષા આપનારા છાત્રોને ન્યાય આપવા માટે આજે રાજકોટ કલેકટરને પરીક્ષાર્થીઓ તેમજ એન.એસ.યુ.આઈ. દ્વારા આવેદન પાઠવવામાં આવ્યું હતું. જેમાં ન્યાય આપવા માટે પરીક્ષા રદ્દ કરવા તેમજ અને ગેરરીતી કરનારા સંબંધિતો સામે પગલા લેવામાટે માગણી ઉઠાવાઈ હતી.
  NSUI દ્વારા પાઠવાયેલા આવેદનમા જણાવાયા પ્રમાણે સુરેન્દ્રનગરની એમ.પી.શાહ કોલેજમાં ૪થી ૫ ખંડમાં પેપર સિલ વગરના જોવા મળ્યા હતા.
  આ બારામાં કર્મચારીઓએ અલગ અલગ પ્રકારના નિવેદનો પણ આપ્યા હતા. ગૌણ સેવાના અધિકારીઓએ સ્પષ્ટ કહ્યુ હતું કે, અમે તો બધા પેપર કવર સિલ પેક જ આપ્યા હતા.પેપર સાથે ચેડા થયાનું સીસીટીવી કેમેરામાં પણ આવેલું છે. કોલેજના સંચાલકો તેમજ સ્ટાફ આ બનાવમાં સંડોવાયેલો જણાય છે તેથી તેમની સામે કાર્યવાહી કરવામાંઆવે.દોષિતો સામે પગલા લેવાય. પરીક્ષા આપનારા છાત્રોએ પાઠવેલા આવેદનમાં જણાવાયું હતું કે, માત્ર સુરેન્દ્રનગર નહિ પણ ભાવનગર, ગિર સોમનાથ ચોટીલા, પાલનપુર, અરવલ્લી વિગેરે કેન્દ્રોમાં પણ ગેરરીતી થઈ છે જેની વિગતો બહાર આવી રહી છે. ક્યાંક શિક્ષકો જ જવાબ લખાવી રહ્યા છે કયાંક પેપર ફુટી ગયા હતા.મોબાઈલનો છુટથી ઉપયોગ થયાનું પણ બહાર આવ્યું છે. આવા સંજોગોમાં મહેનત કરનાર છાત્રોને ન્યાય મળી રહે તે માટે પરીક્ષા રદ્દ કરી નવેસરથી પરીક્ષામાં લેવા આવે તે જરૂરી છે.
  ૩૯૦૧ જગ્યા માટે ૧૦.૪૫ લાખ ફોર્મ ભરાયા હતા અને તેમાંથી ૮ લાખ છાત્રોએ પરીક્ષા આપી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન