બીકોમના બીજા વર્ષની એક જ વિષયની પરીક્ષા લેવામાં ધાંધિયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Education
  • બીકોમના બીજા વર્ષની એક જ વિષયની પરીક્ષા લેવામાં ધાંધિયા

બીકોમના બીજા વર્ષની એક જ વિષયની પરીક્ષા લેવામાં ધાંધિયા

 | 4:47 am IST
  • Share

વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ માટે જઇ શકતા નથી

ગુજરાત યુનિર્વિસટી સલગ્ન કોલેજોમાં બીકોમમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે જોખમ ઊભંુ થયંુ છે. પ્રથમ વર્ષ અને ત્રીજા વર્ષની પરીક્ષા પાસ કરી લેવાઇ છે. પરંતુ બીજા વર્ષમાં એક વિષયની એટીકેટીની પરીક્ષા લેવામાં નહિ આવતી હોવાથી વિદ્યાર્થીઓ વિદેશ અભ્યાસ કરવા આગળ જઇ શકતા નથી.ગુજરાત યુનિર્વિસટી દ્વારા બીજા વર્ષની એટીકેટીનો પરીક્ષા કાર્યક્રમ પણ જાહેર કરાતો નથી જેના કારણે બીકોમની થયા પછી આગળ વિદેશ અભ્યાસ કરવા જવંુ કે બીજા કોર્સમાં અભ્યાસ કરવો તે મૂંઝવણ ઊભી થઇ છે.

ગત્ત વર્ષે કોરોના કાળ દરમ્યાન બીકોમના છેલ્લા વર્ષની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને ઓનલાઇન અને ઓફ લાઇનનો વિકલ્પ અપાયા હતા. છેલ્લા વર્ષની પરીક્ષામાં વિદ્યાર્થીઓ પાસ થઇ ગયા પણ બીજા વર્ષની એક વિષયની એટીકેટી ક્લીયર નહિ હોવાથી વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરવા માટે જઇ શકતા નથી. એક વિષય કલીયર કરી દેવામા આવે તો ડિગ્રી ર્સિટફિકેટ મળે પછી અથવા બીકોમ ક્લિયર માર્કશીટ પર નોકરી પણ કરી શકે અથવા આગળ અભ્યાસ પણ કરી શકે. ગુજરાત યુનિર્વિસટી દ્રારા વિદ્યાર્થીઓના હિતમાં પરીક્ષાનો કાર્યક્રમ જાહેર કરાતો નથી જેથી આવા વિદ્યાર્થીઓનંુ ભાવિ જોખમમાં મુકાયંુ છે.સમયસર પરીક્ષા લેવામા આવે તો વિદ્યાર્થી અન્ય વિદ્યાર્થીઓ સાથે હરીફાઇમાં વિદેશ ભણવા જઇ શકે પણ હવે એવી પરિસ્થિત ઉભી થઇ છે કે,આ વર્ષે તો વિદેશ ભણવા જઇ શકશે નહિ જેના કારણે તેઓ એક વર્ષ પાછા પડશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો