બીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાં એન્ડરસન, સ્ટોક્સ અને રાશિદની વાપસી - Sandesh
  • Home
  • Sports
  • બીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાં એન્ડરસન, સ્ટોક્સ અને રાશિદની વાપસી

બીજી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની ટીમમાં એન્ડરસન, સ્ટોક્સ અને રાશિદની વાપસી

 | 8:12 pm IST

આાગમી ૨૨થી ૨૬ જુલાઈ દરમિયાન પાકિસ્તાન સામે યોજાનાર બીજી ટેસ્ટ મેચ માટે ઇંગ્લેન્ડે ટીમની જાહેરાત કરી હતી જેમાં ટીમના મુખ્ય બોલર જેમ્સ એન્ડરસનની વાપસી થઈ છે. આ ઉપરાંત બેન સ્ટોક્સ અને આદિલ રશીદને પણ ટીમમાં સામેલ કરાયા છે.

ઇજાને કારણે જેમ્સ એન્ડરસન અને બેન સ્ટોક્સ પ્રથમ ટેસ્ટમાં રમી શક્યા નહોતા. પ્રથમ ટેસ્ટમાં ઇંગ્લેન્ડને પોતાના ઝડપી બોલરની કમી વર્તાઈ હતી અને ઇંગ્લેન્ડ આ મેચ ૭૫ રને હારી ગયું હતું. પાકિસ્તાનના યાસિર શાહે પ્રથમ ટેસ્ટમાં ઉત્કૃષ્ટ દેખાવ કર્યો હતો તેને જોતાં ઇંગ્લેન્ડે ટીમમાં લેગ સ્પિનર આદિલ રશીદને સામેલ કર્યો છે. રશીદને સામેલ કરાતાં મોઇનઅલીને અંતિમ ઇલેવનમાંથી બહાર રખાય તેવી શક્યતા છે. મોઇનઅલી પ્રથમ ટેસ્ટમાં ખાસ દેખાવ કરી શક્યો નહોતો.

સતત ખરાબ દેખાવ કરનાર જેમ્સ વિન્સ પણ ઇંગ્લેન્ડની ચિંતાનું કારણ બન્યો છે. તેમ છતાં તેને ટીમમાં યથાવત્ રખાયો છે. જો કે, બેન સ્ટોક્સને સામેલ કરાતાં વિન્સને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા મળવી મુશ્કેલ છે. એન્ડરસન ટીમમાં સામેલ થતાં જેક બોલ અથવા સ્ટીવન ફિનને બહાર બેસવું પડશે. કેમ કે, વોક્સે લોર્ડ્સ ટેસ્ટમાં ૧૧ વિકેટ ઝડપી પોતાનું સ્થાન મજબૂત કર્યું છે. ઇંગ્લેન્ડને બીજી ટેસ્ટમાં જેમ્સ એન્ડરસન પાસે ઘણી આશા છે.