બુધવારનો દિવસ કેવો રહેશે તમારા માટે જાણવા વાંચો રાશિફળ - Sandesh
  • Home
  • Astrology
  • બુધવારનો દિવસ કેવો રહેશે તમારા માટે જાણવા વાંચો રાશિફળ

બુધવારનો દિવસ કેવો રહેશે તમારા માટે જાણવા વાંચો રાશિફળ

 | 6:57 pm IST

મેષ: આપના પ્રયત્નો એળે ન જાય તે જોજો. ધીરજનાં ફળ મીઠાં સમજવા. પ્રવાસથી લાભ.
વૃષભ: વાદ-વિવાદ ટાળજો. મૂંઝવણ જણાય. સફળતા આખરે જરૂર મળે. સ્નેહીથી મિલન.
મિથુન: નાણાકીય પ્રશ્ન અંગે ચિંતા રહે. ધાર્યું ન થતાં નિરાશા જણાય. કૌટુંબિક કાર્ય થાય.
કર્ક: અગત્યના સમાચાર પ્રાપ્ત થાય. ગૃહજીવનના કામકાજમાં સફળતા. પ્રવાસમાં ખર્ચ રહે.
સિંહ: અંગત ચિંતા દૂર થાય. ખર્ચ વધતો લાગે. મહત્વની મુલાકાત સફળ નીવડે.
કન્યા: આપના વ્યાવસાયિક તેમજ અન્ય મહત્વના પ્રશ્નો ઉકેલવાની તક મળે. મિલન-મુલાકાત સફળ નીવડે.
તુલા: આપની ગણતરીઓ ઊંધી ન મળે તે માટે જાગૃત રહેવું. સ્વજનથી સહકાર મળે. પ્રવાસ અંગે સાનુકૂળતા.
વૃશ્ચિક: મનનાં ઓરતાં અધૂરાં ન રહી જાય તે માટે પ્રયત્નો વધારજો. સ્નેહીથી મિલન-મુલાકાત.
ધન: આપના પ્રયત્નો વધારી આપ ધ્યેય તરફ આગળ વધી શકશો. ગૃહજીવનમાં સંવાદિતા સર્જાય.
મકર: વ્યર્થતા અને વ્યથાના અનુભવ બાદ સફળતાનો અહેસાસ થતો જણાય. વિરોધીથી સાવધ રહેવું.
કુંભ: ચિંતા-ઉદ્વેગનાં વાદળ વિખરાતાં જણાય. આર્થિક પ્રશ્નોનો હલ મળે. મિત્રોની મદદ મેળવી શકશો.
મીન: મનની મૂંઝવણમાંથી બહાર આવીને ઉત્સાહનો અનુભવ કરી શકશો. સફળતાની આશા ફળે. વ્યાવસાયિક લાભ મળે.

પંચાંગ

ગૌરી વ્રતનાં પારણાં, ઉત્તર ભારત-રાજસ્થાનમાં પૂર્ણિમાંત શ્રાવણ માસ શરૂ
વિક્રમ સંવત: ૨૦૭૨, અષાઢ વદ એકમ, બુધવાર, તા. ૨૦-૦૭-૨૦૧૬.

સૂર્યોદયાદિ: સૂર્યોદય નવકારશી સૂર્યાસ્ત
અમદાવાદ: ૬-૦૭ ૬-૫૫ ૧૯-૨૪

દિવસનાં ચોઘડિયાં: ૧. લાભ, ૨. અમૃત, ૩. કાળ, ૪. શુભ, ૫. રોગ, ૬. ઉદ્વેગ, ૭. ચલ, ૮. લાભ.
રાત્રિનાં ચોઘડિયાં: ૧. ઉદ્વેગ, ૨. શુભ, ૩. અમૃત, ૪. ચલ, ૫. રોગ, ૬. કાળ, ૭. લાભ. ૮. ઉદ્વેગ.

વીર (જૈન) સંવત: ૨૫૪૨.
શાલિવાહન શક: ૧૯૩૮.
યુગાબ્દ (કલિ): ૫૧૧૮.
ભારતીય દિનાંક: ૨૯-અષાઢ.
પારસી માસ: સ્પેંદારમદ.
રોજ: ૮-દેપાદર.
મુસ્લિમ માસ: શવ્વાલ.
રોજ: ૧૫.
દૈનિક તિથિ: વદ એકમ ક. ૨૭-૪૫ સુધી.
ચંદ્ર નક્ષત્ર: ઉત્તરાષાઢા ક. ૧૬-૦૪ સુધી પછી શ્રવણ.
ચંદ્ર રાશિ: મકર (આખો દિવસ).
જન્મ નામાક્ષર: મકર (ખ.જ.).
કરણ: બાલવ/કૌલવ/તૈતિલ.
યોગ: વિષ્કુંભ ક. ૧૪-૫૨ સુધી પછી પ્રીતિ.

વિશેષ પર્વ: મોળાકત તથા ગૌરીવ્રતનાં પારણાં. * ઉત્તર ભારત-વ્રજ- ગોકુલ- રાજસ્થાન- મારવાડ-મેવાડમાં ર્પૂિણમાંત શ્રાવણ માસ આજથી શરૂ થાય છે. * કૃષિ જ્યોતિષ: ગુજરાત-સૌરાષ્ટ્ર-કચ્છ- મહારાષ્ટ્રમાં અષાઢ માસનો ઉત્તરાર્ધ આજથી શરૂ થાય છે. અષાઢ માસ એ વરસાદનો ધોરી માસ (મુખ્ય સમય) ગણાય છે. ઉમરેઠમાં ગઈકાલે અષાઢી તુલા પ્રયોગ થયેલ. તે કઠોળ-ધાન્યની આજે ફરીથી વજન થાય છે અને ઊપજ-ભેજ અંગે જાણકારી મળે છે. રાહુકાળ: દિવસે ક. ૧૨-૦૦ થી ૧૩-૩૦