બુધવારે બપોર સુધી GAD અને R&B શપથવિધિ અંગે સૂચનાની રાહ જોતાં રહ્યાં - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Gujarat
  • બુધવારે બપોર સુધી GAD અને R&B શપથવિધિ અંગે સૂચનાની રાહ જોતાં રહ્યાં

બુધવારે બપોર સુધી GAD અને R&B શપથવિધિ અંગે સૂચનાની રાહ જોતાં રહ્યાં

 | 1:14 am IST
  • Share

ગુજરાત ભાજપને બુધવારે નવા મંત્રીમંડળનો સોગંદવિધિ પાર પાડવો હતો, પરંતુ વહીવટીતંત્રને તેની કોઈ સૂચના અપાઈ ન હતી, જેને કારણે સામાન્ય વહીવટ વિભાગ તથા માર્ગ-મકાન વિભાગ બુધવારે સવારથી બપોર સુધી જરૃરી સૂચના અંગે કાગડોળે ઇન્તેજાર કરતાં રહ્યા હતા એવી જ રીતે સોગંદવિધિ માટે ઉતાવળ કરી રહેલો ગુજરાત ભાજપ પણ દિલ્હીથી સૂચના આવવાની રાહ જોતો રહ્યો હતો પરંતુ ભાજપમાં નવા મંત્રીમંડળમાં સ્થાન મેળવવા શરૃ થયેલા હુંસાતુંસીનો ખેસ ચરમસીમાએ પહોંચતા, પ્રથમ ગ્રાસે મક્ષિકાના ઘાટની માફક હવે શપથવિધિ આવતીકાલ ગુરુવાર ઉપર ટળ્યો છે.

પોલીસ સવારે ૮ વાગ્યાથી ડયૂટી ઉપર મુકાયા હતા અને તેમને બુધવારે જ શપથવિધિ યોજાવાની હોવાની સૂચના છે. એવી જ રીતે મહિલા પોલીસના જૂથે પણ બપોરે કહ્યું હતું કે, તેઓને ૧૦ વાગ્યાથી જ પોઈન્ટ ઉપર ગોઠવી દેવાયા છે. બીજી તરફ રાજભવન બહાર રસ્તાની કોરે ઊભેલા એક નાના જૂથે જણાવ્યું હતું કે, તેઓ સુરેન્દ્રનગરના લીમડીથી આવ્યા છે અને તેઓ સ્થાનિક ધારાસભ્ય કિરીટસિંહ રાણા નવા મંત્રીમંડળમાં શપથ લેનારા હોઈ તેમના ટેકેદારો તરીકે અહીં ગાંધીનગર આવ્યા છે. આમ બુધવારે જ શપથવિધિ યોજાવાનો માહોલ હતો કેમ કે રાજભવનના પ્રાંગણમાં સોમવારે મુખ્યમંત્રીના શપથવિધિ વખતે ઊભા કરેલા શામિયાણામાં બનાવેલા સ્ટેજના પાછળના ભાગે તથા એન્ટ્રસ ઉપર સપ્ટેમ્બરની તારીખના શપથવિધિના પોસ્ટર્સ પણ લાગી ચૂક્યા હતા, જે આખરે બુધવારની શપથવિધિ રદ થતાં રાજભવનના કર્મચારીઓ દ્વારા ફાડી નખાયા હતા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન