બુહારીમાં સિદ્ધિ તપની તપસ્યા ઃ સંવત્સરી ચોથે સકળસંઘ મિચ્છામિ દુક્કડમ કરશે - Sandesh
  • Home
  • Newspaper
  • બુહારીમાં સિદ્ધિ તપની તપસ્યા ઃ સંવત્સરી ચોથે સકળસંઘ મિચ્છામિ દુક્કડમ કરશે

બુહારીમાં સિદ્ધિ તપની તપસ્યા ઃ સંવત્સરી ચોથે સકળસંઘ મિચ્છામિ દુક્કડમ કરશે

 | 3:00 am IST

  • છઠના દિવસે પારણું અને ભગવાનનો વરઘોડો  

ા બુહારી ા

જૈનાના પર્વાધિરાજ પર્યુષણનો ક્ષમાપના પર્વ એટલે ગુરુવારે સમાપન દિવસ. બુહારી શ્વેતામ્બર ર્મૂિતપુજક જૈન સંઘમાં સવંત્સરી ચોથે શ્રાવક શ્રાવિકાઓ પ્રતિક્રમણમાં એકબીજાને મિચ્છામી દુક્કડમ કહી ક્ષમાયાચના કરશે. બુહારીમાં સિદ્ધિતપની તપસ્યાના છઠના દિવસે પારણા થશે.

બુહારી શ્વેતામ્બર ર્મૂિતપુજક જૈન સંઘમાં પર્યુષણ પર્વની આરાધના ભકિતમય અને આનંદ ઉલ્લાસ સાથે શરુ થયેલી તપ જપ અને ધર્મ ક્રિયાઓમાં સકળ સંઘ તનમય બન્યો હતો. નીત નવી પ્રભુની મનમોહક સુંદર આંગીઓ અષ્ટપ્રકારી પુજા, પ્રતિક્રમણો પૌષધ જેવી ક્રિયાઓ કરી પર્વની ઉજવણી થઇ હતી. જૈન ઉપાશ્રયમાં સાધ્વીજી મ.સા ની જીનવાણીનો શ્રાવિકાઓએ સુંદર લાભ લીધો હતો. બુહારીમાં નમ્રતા વિનોદ ચંદ શાહે સિદ્ધિ તપ કર્યું હતું. જેમનું પારણું છઠના દિવસે થશે. સાત દિવસના પર્યુષણ પર્વની આવશ્યક ક્રિયાઓ સાથે સંવત્સરી ચોથના સમાપન અને ક્ષમાપના દિવસે બારસાસૂત્રનંુ વાંચન થશે. જેમાં સાધુના આચારોનું વર્ણન કરવામાં આવશે. બપોરે જૈન ઉપાશ્રયમાં જૈનોમા ંઅતિ મહાત્મ્ય ધરાવતી સંવત્સરી ચોથનું પ્રતિક્રમણમાં સકળ સંઘને મિચ્છામિ દુક્કડમ કરવામાં આવશે.

;