બૂથ લેવલની કામગીરી ઘરૂડા એપ દ્વારા કરાવવા કલેક્ટરને રજૂઆત - Sandesh
  • Home
  • Newspaper
  • બૂથ લેવલની કામગીરી ઘરૂડા એપ દ્વારા કરાવવા કલેક્ટરને રજૂઆત

બૂથ લેવલની કામગીરી ઘરૂડા એપ દ્વારા કરાવવા કલેક્ટરને રજૂઆત

 | 3:13 am IST

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા ઉગ્ર માગ કરાઈ

શાળા સમયમાં ડોર ટૂ ડોર જઈને કામગીરીથી શિક્ષણ પર અસર

ા ગોધરા

પંચમહાલ જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા આગામી ચૂંટણીઓના અનુસંધાનમાં હાલમાં ચાલી રહેલી બુથ લેવલની કામગીરી ઘરૂડા એપ દ્વારા કરાવવા માટે પંચમહાલ કલેકટરને લેખિત રજુઆત કરવામાં આવી.

જે રજુઆતમાં જણાવ્યા અનુસાર ગુજરાતમાં મતદાર નોંધણી કાર્યક્રમમાં બી.એલ.ઓ ની કામગીરી કરી રહેલા મોટાભાગના પ્રાથમિક શિક્ષકો જ છે. જ્યારથી ઘરૂડા એપ દ્વારા તમામ ફેર્મ ઓનલાઈન કરવાનો આદેશ છે ત્યારથી તે બી.એલ.ઓને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. જેના કારણે નિયત સમય મર્યાદામાં આ કામગીરી કરવી શક્ય લાગતી નથી. જેના કારણે કામગીરી કરવી અઘરી લાગે છેે. દરેક શાળાઓમાં હાલના તબક્કે કોમ્પ્યુટર કે ઈન્ટરનેટની સુવિધા પણ ઉપલબ્ધ નથી. જેથી શાળા કક્ષાએ રહીને પણ આ કામગીરી કરવી અસંભવ છે. કોરોનાના કારણે શાળાનું શિક્ષણ કાર્ય બંધ હતું જે હાલ માં જ ચાલુ થયું હોઈ બાળકોના શિક્ષણ કાર્યમાં વિશેષ ધ્યાન આપવાની આવશ્યકતા હોઈ તેમજ ઘરૂડા એપ દ્વારા કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ કરવી અશક્ય છે. શાળા સમય દરમિયાન ડોર ટુ ડોર જઈને કામગીરી કરીએ તો પણ શિક્ષણ પર અસર પડે છે. કામગીરી સમય મર્યાદામાં પૂર્ણ ન થાય તો શિક્ષણ વિભાગની કચેરી દ્વારા ઠપકો પણ અપાય છે. ઓનલાઈન ફેર્મ ભરવાના નક્કી કરવામાં આવેલા તમામ પ્લૅટફેર્મ પણ ક્ષતિવાળા હોવાથી એક જ ફેર્મ માટે ઘણા પ્રયત્ન કરવા પડે છે. જેના કારણે સમય વેડફય છે. ત્યારે આ કામગીરી અંતર્ગત ફેર્મ એકંદર કરી ઓફ્ીસ કક્ષાએથી ડેટા એન્ટ્રી થાય તેમ કરવું અથવા દરેક બી.એલ.ઓ ને ઈન્ટરનેટ કનેક્શન સાથેનું ટેબ્લેટ પાડવું જોઈએ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;