બેંકોમાં રિકેપિટલાઇઝેશન : બેન્કિંગ સ્ટોકમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગનો અવકાશ - Sandesh
  • Home
  • Supplements
  • Business @ Sandesh
  • બેંકોમાં રિકેપિટલાઇઝેશન : બેન્કિંગ સ્ટોકમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગનો અવકાશ

બેંકોમાં રિકેપિટલાઇઝેશન : બેન્કિંગ સ્ટોકમાં ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગનો અવકાશ

 | 1:18 am IST

સેકટર વોચ :  આશુતોષ દેસાઇ

કેન્દ્ર સરકારે ચાલુ વર્ષના બજેટમાં સરકારી બેંકોને વર્ષ દરમિયાન ૨૫,૦૦૦ કરોડનું ભંડોળ આપવાની જાહેરાત કરી હતી. જેના ભાગરૂપે ગત સપ્તાહમાં ૨૨,૯૧૫ કરોડ હાલ રિલીઝ કરવાની જાહેરાત નાણાં મંત્રાલય દ્વારા કરવામાં આવી હતી, સાથે જ બાકીના બીજા ભંડોળ માટે કહેવાયું છે કે, હવે પછીની રકમ બેંકોની આગળની કામગીરી જોયા બાદ ફાળવવામાં આવશે. આ સમાચાર સાંભળી સામાન્ય ટ્રેડર્સ કે રોકાણકારોમાં એવી માન્યતા પ્રવર્તવા માંડી હતી કે, બેંક શેરોમાં હવે ચમકારો જોવા મળશે અને મોટી ખરીદી આવશે, પરંતુ ખેદ સાથે આપણે તેમને જણાવવું પડશે, જગાડવા પડશે અને સમજાવવું પડશે તેવું ખાસ કંઈ બનવા જોગ હાલના સંજોગોમાં તો દેખાતું નથી. ઊલટાનું આવી ધારણા પાછળ જો થોડી ઘણી ખરીદી કે ઉછાળો આવી તો વેચાણની પોઝિશન બનાવવી કે વેચાણનો વ્યૂ અપનાવવો વધુ ફાયદાકારક પુરવાર થઈ શકે તેવી શક્યતા દેખાઈ રહી છે. શા માટે ? 

સૌથી પહેલાં તો આપણા વાચક મિત્રોએ એ જાણી લેવાની જરૂર છે કે, બેંકિંગ સિસ્ટમમાં આ ૨૨,૯૧૫ કરોડનું નવું ભંડોળ લાવવા અંગેના સમાચાર કોઈ નવા નથી. તમારે એ સમજવાની જરૂર છે કે શેરબજાર હંમેશા ભવિષ્યમાં આવનારી ઘટનાને ડિસ્કાઉન્ટ કરતું હોય છે. આ એક સામાન્ય રૂલને આધારે સરકારે જ્યારે બજેટમાં બેંકોને ૨૫ હજાર કરોડનું ભંડોળ આપવાની જાહેરાત કરી હતી. ત્યાર બાદના સમયમાં આ સમાચાર ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે. આ કોઈ જ નવી જાહેરાત નથી થઈ એમ ગણાવી શકાય. બીજું હવે તમારે આ સમાચાર બાદ એ જાણી લેવાની જરૂર છે કે, આ નવા ભંડોળને કારણે હવે સરકારી બેંકોની ધિરાણ ક્ષમતામાં ફરી એક વાર વધશે. 

અચ્છા, આ કેપિટલ ઈન્ફ્યુઝન ૧થી ૮.૫%ના CET રેશિયોએ થશે જ્યારે માત્ર એસબીઆઈ અને બેંક ઓફ બરોડાને જ ૧૦%ના રેશિયોએ એલોટમેન્ટ થશે તેમ જણાવવામાં આવ્યું છે. આ કેપિટલ ઈન્ફ્યૂઝનને કારણે બેંકોની કેપિટલની સ્થિતિ ફરી જરૂર થોડી સબળ બનશે, પરંતુ બાકીનું ભંડોળ બેંકોની હવે પછીની કામગીરી ચકાસ્યા બાદ આપવામાં આવશે એમ કહેવામાં આવ્યું છે. જેનો સીધો અર્થ ે છે કે, હજી પણ બેંકોએ તેમની બેલેન્સ શીટમાં ઘણી સફાઈ કરવાની બાકી છે. બીજી તરફ વિજય માલ્યા જેવા ઘાલખાધ ખાતે ગયેલી લોનના કેસો હજીય વણઉકલ્યા જ રહ્યા છે તે પણ નહીં ભૂલવું જોઈએ. 

બેંકિંગ સેક્ટરના જાણકારોનું માનવું છે કે, નબળી એસેટ ક્વોલિટીનું દબાણ હજીય આ પ્રકારની સરકારી બેંકો પર રહેશે જ તેવી શક્યતા છે. એનાલિસ્ટોએ મૂકેલા અંદાજ અનુસાર દેશમાં આખાય બેંકિંગ ક્ષેત્રનો વિકાસ વર્ષે ૧૨% જેટલો થવાની સંભાવના છે જેમાં એક તરફ જ્યામ ખાનગી બેંકો ૨૦%નો ગ્રોથ કરશે તેમ કહેવાઈ રહ્યું છે ત્યારે બીજી તરફ સરકારી બેંકોનો વિકાસ દર ૯% જેટલો રહેશે તેમ ગણતરી મૂકાઈ રહી છે. મતલબ કે સરકારી બેંકો સામે ખાનગી ક્ષેત્રની બેંકોનો માર્કેટ શેર પણ આવનારા સમયમાં વધશે. આ બધા કારણે નાણાકીય વર્ષ ૨૦૧૭માં પણ સરકારી બેંકોની ક્રેડિટ કોસ્ટ ઊંચી જ રહેશે તેમ કહી શકાય. સાથે જ સેક્ટરની સામે નબળા વિકાસને કારણે નેટ ઇન્ટરેસ્ટ ર્માિજન (NIM) પણ નીચા આવશે. જેની સીધી અસર બેંકોના અર્િંનગ્સ પર પડશે. 

ગત સપ્તાહના અંત ભાગમાં ખાનગી ક્ષેત્રની બે મોટી બેંકો એચડીએફસી અને કોટક બેંકના પરિણઆમ આવ્યા હતા. જે પરિણામો તમે ધ્યાનથી જોયા હોય તો એચડીએફસી બેંકની ગ્રોસ NPA હંમેશાની જેમ જ ૧%ની આસપાસ જ રહી છે, તે જ રીતે કોટક બેંકે પણ પોતાના પરિણામોમાં જણાવ્યું હતું કે, બેંકે પહેલા ક્વાર્ટરમાં તેમની એક પણ લોન કે એસેટ છઇઝ્રને વેચી નથી. જેનો સીધો અર્થ છે કે, ખાનગી ક્ષેત્રની બેંકો સિલેક્ટિવ લેન્ડિંગ દ્વારા સુદૃઢ કામ સાથે આગળ વધી રહી છે. જ્યારે તેની સામે સરકારી બેંકો ધીરેધીરે પોતાનો માર્કેટ શેર ગુમાવી રહી છે. સંસ્થાકીય રોકાણકારો, ઇન્સ્યોરન્સ કંપનીઓ તથા વિદેશી સંસ્થાગત રોકાણકારો આ સેક્ટર અંગે શું વ્યૂ ધરાવી રહ્યા છે તે જાણવાનો પ્રયત્ન કરીએ તો ઘણાંનું માનવું છે કે સરકારી બેંકોમાં પીએનબી એક એવી બેંક જણાઈ રહી છે જે નીચા મથાળે કોઈક સકારાત્મક સરપ્રાઈઝ અપાવી શકે. બાકી તે સિવાયની પીએસયુ બેંકોમાં ઉછાળે વેચાણનો જ વ્યૂ હાલ પૂરતો રાખવો હિતાવહ છે. 

એસબીઆઈ અને પીએનબીને બાદ કરતાં મોટા ભાગની પીએસયુ બેંકોમાં ઉછાળે વેચાણ હાથ ધરવું જોઈએ જ્યારે પ્રાઈવેટ સેક્ટરની બેંકોમાં વેચાણથી દૂર રહેવું હિતાવહ છે તેમ જણાઈ છે.   

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન