બેટિંગ મુંબઇની મુખ્ય સમસ્યા, ફોર્મમાં રહેલી કોલકાતા સામે આજે મુકાબલો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Sports
  • બેટિંગ મુંબઇની મુખ્ય સમસ્યા, ફોર્મમાં રહેલી કોલકાતા સામે આજે મુકાબલો

બેટિંગ મુંબઇની મુખ્ય સમસ્યા, ફોર્મમાં રહેલી કોલકાતા સામે આજે મુકાબલો

 | 1:03 am IST
  • Share

ડિફેન્ડિંગ ચેમ્પિયન મુંબઇ ઇન્ડિયન્સ છેલ્લા મુકાબલામાં મળેલી નિષ્ફળતાને ભૂલી જઈને કોલકાતા નાઇટ રાઇડર્સ સામે ગુરુવારે રમાનારી આઇપીએલ ટી૨૦ ક્રિકેટ લીગના મુકાબલામાં સુકાની રોહિત શર્માથી પ્રેરિત થઈને વિજયી પ્રદર્શન કરવાનો પ્રયાસ કરશે. મુંબઇની ટીમ ચેન્નઇ સામેના મુકાબલામાં રોહિત અને ઓલરાઉન્ડર ર્હાિદક પંડયા વિના મેદાનમાં ઊતરી હતી. આ બંને ખેલાડીઓને નજીવી ઈજાના કારણે સાવચેતીના પગલાંરૃપે આરામ અપાયો હતો. ચેન્નઇએ મુંબઇને ૨૦ રનથી હરાવ્યું હતું.

મુંબઇના મુખ્ય કોચ મહેલા જયવર્દનેના અનુસાર રોહિત કોલકાતા સામેની મેચમાં પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. બીજી તરફ કોલકાતાએ લીગના બીજા તબક્કામાં પોતાની પ્રથમ મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે નવ વિકેટે ધમાકેદાર વિજય મેળવ્યો હતો. તે પોતાના ફોર્મ તથા રિધમને જાળવી રાખવાનો પ્રયાસ કરશે. પોઇન્ટ ટેબલમાં આઠ પોઇન્ટ સાથે ચોથા ક્રમે રહેલી મુંબઇની ટીમે બીજા તબક્કામાં પણ પણ પોતાની ધીમી શરૃઆત કરી હતી પરંતુ હવે અડધી લીગ પૂરી થઈ ચૂકી છે અને ટોચની ચાર ટીમોમાં સામેલ રહેવા મુંબઇને સતત વિજય મેળવતા રહેવું પડશે.

સુકાની રોહિત છેલ્લા કેટલાક સમયથી ફોર્મમાં છે જેને તે જાળવી રાખીને તેના બેટ્સમેનોએ ચેન્નઇ સામે કરેલી ભૂલોને સુધારવામાં મદદ કરશે. ચેન્નઇ સામે સૌરભ તિવારીને બાદ કરતાં અન્ય કોઈ બેટ્સમેન સારો દેખાવ કરી શક્યો નહોતો. બીજી તરફ કોલકાતાનો આત્મવિશ્વાસ મજબૂત છે અને પ્રથમ તબક્કામાં સંઘર્ષ કરનાર કોલકાતાની ટીમ બેંગ્લોર સામેની મેચમાં એકદમ બદલાયેલી નજરે પડી હતી. મોર્ગનના નેતૃત્વ હેઠળની ટીમ છઠ્ઠા સ્થાને છે. તેના સ્પિનર વરુણ ચક્રવર્તી અને ઓલરાઉન્ડર આન્દ્રે રસેલે ચુસ્ત સ્પેલ નાખ્યા હતા અને કોલકાતાનું બોલિંગ આક્રમણ મુંબઇના બેટ્સમેનોની આકરી કસોટી કરવા માટે સજ્જ છે. યુવા ખેલાડી શુભમન ગિલ અને વેંકટેશ ઐયર પાસેથી વધુ એક વખત મોટી ઇનિંગની આશા રાખવામાં આવશે. 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો