બેડમિન્ટનમાં નેત્રંગની એશા ગાંધીએ ૨ ગોલ્ડ જીત્યા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બેડમિન્ટનમાં નેત્રંગની એશા ગાંધીએ ૨ ગોલ્ડ જીત્યા

બેડમિન્ટનમાં નેત્રંગની એશા ગાંધીએ ૨ ગોલ્ડ જીત્યા

 | 2:45 am IST

નેત્રંગ ઃ ગુજરાત બેડમિન્ટન એસોસિએશન દ્વારા આણંદ ખાતે અંડર ૧૭ અને ૧૯ ઓપન ગુજરાત બેડમિન્ટન ટૂંર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં નેત્રંગની એશા ગાંધીએ ઉત્કૃષ્ટ દેખાવ કરતા અંડર ૧૭ માં સિંગલ્સ અને મિક્સ ડબલમાં ચેમ્પિયન બની નેત્રંગ તાલુકા થતા ગાંધી પરિવાર નું ગૌરવ વધાર્યું છે.

હાલ એશા ગાંધીની ઉંમર ૧૪ વર્ષ છે. આ ઉપરાંત અંડર ૧૩/૧૫ ઓપન ગુજરાત બેડમિન્ટન ટૂંર્નામેન્ટ સુરત ખાતે યોજાય હતી.

જેમાં પણ એશા ગાંધીએ પોતાનો શ્રેષ્ઠ દેખાવ કરતા અંડર ૧૫ માં સિંગલ્સ અને મિક્સ ડબલ્સ માં ચેમ્પિયનબની હતી.એશા ગાંધીએ આ સિદ્ધિ તેમના કોચ નિલ પરમાર ના માર્ગદર્શન હેઠળ મેળવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;