બેડી યાર્ડ પાસે મગફળીના વાહનોની લાઈનો, આજે પ્રવેશ આપવામાં આવશે - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બેડી યાર્ડ પાસે મગફળીના વાહનોની લાઈનો, આજે પ્રવેશ આપવામાં આવશે

બેડી યાર્ડ પાસે મગફળીના વાહનોની લાઈનો, આજે પ્રવેશ આપવામાં આવશે

 | 6:40 am IST
  • Share

  • રાજકોટ ઉપરાંત ગોંડલ યાર્ડ ખાતે પણ૧ લાખ ગુણીની ચિક્કાર આવક
  • મગફળીનું બમ્પર ઉત્પાદન, વેચવા ખેડૂતોનો ધસારો
  • રાજકોટઃ ગત સાલની જેમ મગફળીનું બમ્પર ઉત્પાદન થવાનો અંદાજ મંડાયો છે ત્યારે કિસાનો પાક આવતા જ ઉંચા ભાવનો લાભ લઈ વેચાણ માટે લાઈનો લગાવીને ઉભા રહેવા લાગ્યા છે. સોમવારે ૩૦ હજાર ગુણી મગફળીની આવક થયા બાદ હવે આજે માલ અંદર લેવાનું બંધ કરી દેવાતા યાર્ડના દરવાજે વાહનોની લાઈનો લાગી છે. કાલે તા.૧૩ના રોજ મગફળીના વાહનોને યાર્ડમાં પ્રવેશ આપવામાં આવનાર છે.
    ગોંડલ યાર્ડમાં ૧ લાખ ગુણીની આવક થઈ છે અને ત્યા પણ ૮૦૦થી ૧૩૬૧ સુધી ૨૦ કિલોના ભાવ રહ્યા છે. યાર્ડના સુત્રોએ જણાવ્યા પ્રમાણે રાજકોટ માર્કેટીંગ યાર્ડમાં હાલ મગફળીના ભાવ ૨૦કિલોના ૭૯૦થી ૧૧૪૨ ઝીણીના અને ૮૮૦થી ૧૨૦૦ સુધી જાડી મગફળીનો ભાવ મળી રહ્યો છે. ભાવ હાલ સારો હોવાથી માર્કેટમાં વેચાણ માટે ખેડૂતો આવી રહ્યા છે. સૌરાષ્ટ્રના તમામ યાર્ડમાં મગફળીની સારી આવકના અહેવાલો છે. રાજકોટ યાર્ડમાં આજે મગફળીને લેવામા આવી ન હતી. કાલે યાર્ડના દરવાજા મગફળી માટે ખોલાશે.સિંગતેલના ભાવ ઉંચા હોવાથી હાલ મગફળીના પણ ઉંચા ભાવ મળી રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો