બેન્કેક્સ અને પાવરની નરમાઈથી બજાર ખરડાયું - Sandesh
  • Home
  • Business
  • બેન્કેક્સ અને પાવરની નરમાઈથી બજાર ખરડાયું

બેન્કેક્સ અને પાવરની નરમાઈથી બજાર ખરડાયું

 | 3:32 am IST

અમદાવાદ, તા.૨૧

યુરોપિયન માર્કેટની ખરાબી શરૂઆત, પાવર અને બેન્કિંગ શેરમાં ખરાબી તેમજ આ વખતે જીએસટી બીલ પાસ ન થવાની ચિંતામાં ભારતીય શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. જેમાં સેન્સેક્સ ૨૦૫ પોઇન્ટ ઘટીને ૨૭૭૧૦ અને નિફ્ટી ૫૬ પોઇન્ટની પીછેહઠમાં ૮૫૧૦ના સ્તરે બંધ રહ્યાં હતા. ટકાવારીની રીતે ભારતીય શેરબજાર પોણા ટકા ઘટયાં હતા. જે ચાર સપ્તાહનો સૌથી મોટો ઘટાડો છે. પાછલા બંધથી સેન્સેક્સ ઊંચા ગેપમાં ૨૭૯૮૦ ખૂલીની થોડીક વાર માટે ઉપરમાં ૨૭૯૮૯ થયો હતો. પણ ઊંચા મથાળે બેન્ચમાર્ક ૩૦૦ પોઇન્ટ તૂટીને ૨૭૬૮૭ના સ્તરે ઇન્ટ્રા-ડે બોટમ થયો હતો. તો નિફ્ટી ૮૫૮૫ની ટોચથી નીચામાં ૮૫૦૩ ક્વોટ થયો હતો. ઘરઆંગણે ઊંચા મથાળે પ્રોફિટ બુકિંગ અને કોર્પોરેટ સેક્ટરના ધારણા કરતાં નબળાં પરિણામથી માર્કેટનું સેન્ટિમેન્ટ નબળું પડયું છે. સેન્સેક્સના ૩૦માંથી ૨૩ અને નિફ્ટી-૫૦ના ૫૧માંથી ૩૫ શેર ડાઉન હતા. જેમાં બેઝ રેટ-કટના વસવસામાં એક્સિસ બેંક ૩.૬ ટકા, પાવરગ્રિડ ૩.૧ ટકા, સ્ટેટ બેંક ૨.૩ ટકા, આઇસીઆઇસીઆઇ બેંક ૨.૧ ટકા, મહિન્દ્રા પોણા બે ટકા, તાતા સ્ટીલ ૧.૭ ટકા, લુપિન ૧.૬ ટકા, એનટીપીસી ૧.૬ ટકા, રિલાયન્સ ૧.૫ ટકા, મારૂતિ ૧.૨ ટકા અને લાર્સન ૧ ટકા ખરડાયાં હતા. 

હિન્દુ. પેટ્રોલિયમનું ઉદાર બોનસ 

પીએસયુ ઓઈલ માર્કેટિંગ કંપની હિન્દુસ્તાન પેટ્રોલિયમે એક  શેરદીઠ બે શેરનું ઉદાર બોનસ જાહેર કરતાં ભાવ ગઈકાલે રૂ.૧ર૩૩ની  ઓલટાઈમ હાઈ બનાવી અંતે સાડા ત્રણ ટકાના ઉછાળે રૂ.૧૧૬૦ બંધ  હતો. કંપનીનું આ ત્રીજુ બોનસ છે. છેલ્લે જુલાઈ ૧૯૯૯માં બે શેર  દીઠ એક તથા જુન-૧૯૯૪માં એક શેર દીઠ બે બોનસ આપ્યુ હતું.  આજથી પાંચેક મહિના પૂર્વ શેર રૂ.૬૩૬ના તળિયે હતો અન્ય ઓઈલ  કંપની ભારત પેટ્રોલિયમ પણ રૂ.પ૯૦ની ઓલટાઈમ હાઈ બતાવી  છેલ્લે સાધારણ સુધારામાં રૂ.પ૭૭ નજીક બંધ હતો.આઈઓસી રૂ.પ૩ર  નજીકના નવા શિખરે જઈ ૧.૩ ટકાની આગેકૂચમાં રૂ.પ૧૯ હતો. તેણે  છેલ્લે સપ્ટે. ર૦૦૯માં શેરદીઠ એક બોનસ આપ્યું છે. એમઆરપીએલ  ૪.ર ટકા વધી રૂ.૮૦ નજીક તો ચેન્નાઈ પેટ્રો બાર ટકાના ઉછાળે રૂ.ર૬ર  નજીક બંધ હતા. ઓએનજીસી અડધો ટકો તથા રિલાયન્સ ઈન્ડ. દોઢ ટકો  ડાઉન હતા.

પાવર ઇન્ડેક્સમાં અંધારપટ

સેક્ટોરિયલ ઇન્ડાઇસિસમાં ઓઇલ-ગેસ, ટેલિકોમ અને એફએમસીજી ઇન્ડેક્સને બાદ કરતાં તમામ ઇન્ડેક્સ રેડ ઝોનમાં બંધ હતા. જેમાં સૌથી વધુ પાવર ઇન્ડેક્સ૨.૧ ટકા ડાઉન હતા. તેના ૧૯માંથી ૧૭ શેર અંધારમાં હતા. જેમાં જેએસડબ્લ્યુ એનર્જી ૪.૫ ટકા, પાવર ગ્રીડ ૩.૧ ટકા, ભેલ ૩ ટકા, એબીબી ૨.૩ ટકા, તાતા પાવર ૨.૧ ટકા, રિલાયન્સ ૨.૧ ટકા, થર્મેક્સ બે ટકા, ટોરન્ટ પાવર ૧.૭ ટકા, ક્રોમ્પ્ટન ગ્રિવ્સ ૧.૭ ટકા, સીઇએસસી ૧.૭ ટકા, આર.પાવર ૧.૬ ટકા, એનટીપીસી- અલ્સ્ટોમ ટીએન્ડડી દોઢ ટકા, સિમેન્સ ૧.૫ ટકા, જીએમઆર ઇન્ફ્રા ૧.૪ ટકા અને અદાણી પાવર ૧.૨ ટકા તૂટયાં હતા.

બજારની અંદર-બહાર

·         હિન્દુસ્તાન ઝિંકં જૂન ક્વાર્ટરમાં ૪૬ ટકાના ઘટાડામાં રૂ.૧૦૩૭ કરોડનો નેટ પ્રોફિટ કરતાં શેર ગઈકાલે નીચામાં રૂ.૧૮૭ થઈ અંતે અડધો ટકો ધટી રૂ.૧૯૩ હતો.  

·         વીઆરએલ લોજિસ્ટિક્સ દ્વારા રિજનલ એરલાઈન બિઝનેસની યોજના પડતી મૂકવાનો નિર્ણય લેવાતાં શેર રૂ.૩૭૭ થઈ છેલ્લે ૧૦ ટકાના ઉછાળે રૂ. ૩૪૮ બંધ હતો.  

·         નેવેલી લિગ્નાઈટને ઉતરપ્રદેશ ખાતે કોલ બેઝડ થર્મલ પાવર પ્લાન્ટ માટે કેબિનેટની લીલી ઝંડી મળતાં શેર ૫.૬ ટકાની મજબૂતીમાં રૂ.૭૮ નજીક હતો.  

·         કોટક મહિન્દ્રા બેંકે જૂન ક્વાર્ટરમાં ૨૯૧ ટકાના વૃદ્ધિદરથી રૂ. ૭૪૨ કરોડનો ચોખ્ખો નફો કર્યો છે. શેર ૨.૭ ટકા ઘટી રૂ.૭૬૧ બંધ હતો.  

·         અશોક લેલેન્ડનો ત્રિમાસિક નફો ૧૦૧ ટકા વધીને રૂ.૨૯૧ કરોડ જેવો આવતાં શેર ગઈકાલે ૩.૬ ટકા વધી રૂ. ૯૭ નજીક હતો.

·         રાણે બ્રેક લાઈનિંગનો જૂન ક્વાર્ટરનો ચોખ્ખો નફો ૧૧૭ ટકા વધીને રૂ.૧૦૪૯ લાખ આવતાં શેર ૨૦ ટકાની ઉપલી ર્સિકટે રૂ. ૫૭૧ની સર્વોચ્ચ સપાટીએ જઈ અંતે રૂ.૫૭૦ નજીક બંધ હતો.  

·         બીએજી ફિલ્મસ ૧૦ ગણા કામકાજમાં ૨૦ ટકાની તેજીની ર્સિકટમાં રૂ. સાડા છ નજીક વર્ષની ટોચ બતાવી અંતે રૂ.૬.૪૧ બંધ હતો.

·         એન્જિનિયર્સ ઈન્ડિયા તગડા વોલ્યુમમાં ઉપરમાં થઈ રૂ.૨૨૮ થઈ છેલ્લે સવા સાત ટકા ઊચકાઈ રૂ. ૨૨૨ બંધ હતો.

·         એસીસી આઠ ગણા કામકાજમાં રૂ.૧૭૧૭ નજીક નવી વિક્રમી સપાટીએ જઈ અંતે ૪ ટકાની તેજીમાં રૂ.૧૭૦૧ હતો. અંબુજા સિમેન્ટ પણ રૂ.૨૬૮ નજીકના નવા શિખર બાદ દોઢ ટકો વધી રૂ.૨૬૬ હતો.