બેન્ચમાક્ર્સમાં કોન્સોલિડેશન વચ્ચે મિડ-કેપ્સમાં જોવા મળેલી ભારે લેવાલી  - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • બેન્ચમાક્ર્સમાં કોન્સોલિડેશન વચ્ચે મિડ-કેપ્સમાં જોવા મળેલી ભારે લેવાલી 

બેન્ચમાક્ર્સમાં કોન્સોલિડેશન વચ્ચે મિડ-કેપ્સમાં જોવા મળેલી ભારે લેવાલી 

 | 1:05 am IST
  • Share

  • ઓક્ટોબરમાં મિડ-કેપ્સનો સપાટો : આઠ સત્રોમાં જ 41 ટકા સુધીનું રિટર્ન
  • નિફ્ટી મિડ-કેપ અને સ્મોલ-કેપ સૂચકાંકોએ છેલ્લાં કેટલાંક ટ્રેડિંગ સત્રોથી તેમની નવી ટોચ દર્શાવી રહ્યાં છે.
  • શેરબજારમાં બેન્ચમાક્ર્સમાં કોન્સોલિડેશન જોવા મળી રહ્યું છે ત્યારે મિડ અને સ્મોલ-કેપ્સમાં ખરીદી ચાલુ છે.
  • ઓક્ટોબર મહિનાના શરૂઆતી આઠ ટ્રેડિંગ સત્રોમાં જ બીજી અને ત્રીજી હરોળના કાઉન્ટર્સે 41 ટકાનું તગડું રિટર્ન દર્શાવ્યું છે.

એનએસઈ-500 જૂથના શેર્સનો અભ્યાસ કરીએ તો જણાય છે કે 500માંથી 350 કાઉન્ટર્સ પોઝિટિવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. છેલ્લા આઠ સત્રોમાં તેમણે એક ટકાથી લઈ 41 ટકાનો સુધારો નોંધાવ્યો છે. અન્ય 47 કાઉન્ટર્સ કોઈપણ વધ-ઘટ વિના સ્થિર જળવાયા છે. જ્યારે બાકીના 103 કાઉન્ટર્સ એક ટકાથી લઈને 14 ટકા સુધીનું નેગેટિવ રિટર્ન દર્શાવી રહ્યાં છે. આમ લગભગ 70 ટકા શેર્સે છેલ્લા આઠ સત્રોમાં પોઝિટિવ ટ્રેન્ડ દર્શાવ્યો છે. માર્કેટ નિરીક્ષકોના મતે મિડ-કેપ્સમાં વ્યક્તિગત શેર્સમાં કરેક્શન આવી જાય છે પરંતુ બીજી બાજુ અનેક કાઉન્ટર્સમાં સતત લેવાલી પણ જોવા મળે છે અને તેઓ સતત નવી ટોચ દર્શાવી રહ્યાં છે. સપ્ટેમ્બર મહિના કરતાં પણ ઓક્ટોબરમાં ટ્રેડર્સ વધુ એક્ટિવ જણાય રહ્યાં છે અને શરૂઆતી સત્રોમાં બ્રોડ બેઝ તેજી જોવા મળી છે. કેશ માર્કેટ સેગમેન્ટમાં વોલ્યૂમ પણ ગયા મહિનાની સરેરાશ કરતાં નોંધપાત્ર ઊંચા જોવા મળી રહ્યાં છે અને તે સૂચવે છે કે ઊંચા સ્તરે ડિસ્ટ્રિબ્યૂશન પણ થઈ રહ્યું છે. જોકે માર્કેટમાં ઉન્માદ છે તેમ તેઓ નથી માની રહ્યાં. ફ્ંડ્સ અને જાણકાર વર્તુળો પસંદગીના કાઉન્ટર્સમાં ખરીદી કરી રહ્યાં છે. જેની પાછળ ચોક્કસ ડેવલપમેન્ટ્સ તથા બીજા ક્વાર્ટર માટેના અપેક્ષા કરતાં સારા પરિણામો જવાબદાર હોઈ શકે છે એમ તેઓનું માનવું છે.

ઓક્ટોબરના પ્રથમ દિવસથી મંગળવાર સુધીમાં 41 ટકાની ભાવ વૃદ્ધિ સાથે નેટવર્ક18ના શેરે એનએસઈ-500 જૂથમાં સૌથી સારો દેખાવ નોંધાવ્યો છે. કંપનીનો શેર તેની ઘણા વર્ષોની ટોચ પર બંધ જોવા મળ્યો છે. તાતા જૂથની ટેલિકોમ કંપની ટીટીએમએલનો શેર 36 ટકા સાથે બીજા ક્રમે જોવા મળે છે. તાતા જૂથની અનેક કંપનીઓએ છેલ્લાં કેટલાંક સત્રોમાં તેની સર્વોચ્ચ સપાટી દર્શાવી છે. ટેક્સ્ટાઈલ ક્ષેત્ર સાથે સંકળાયેલી ટ્રાઈડેન્ટનો શેર 34 ટકાનો મજબૂત સુધારો દર્શાવી રહ્યો છે. ઊંચો સુધારો દર્શાવતાં અન્ય કાઉન્ટર્સમાં રેડિકો ખેતાન(33 ટકા), નઝારા ટેક્નોલોજિસ(33 ટકા), આઈઆરસીટીસી(27 ટકા), તાતા મોટર્સ(26 ટકા), આઈડીબીઆઈ બેંક(25 ટકા) અને એમસીએક્સ(24 ટકા)નો સમાવેશ થાય છે. ડિસઈન્વેસ્ટમેન્ટની શક્યતા પાછળ આઈડીબીઆઈના શેરમાં મંગળવારે 20 ટકાનો ઉછાળો જોવા મળ્યો હતો. તાતા જૂથની કંપની તાતા પાવરના શેરે ગણતરીમાં લીધેલા સમય દરમિયાન 23 ટકાનો ઉછાળો નોંધાવ્યો છે. કંપનીનો શેર ઓક્ટોબરની શરૂમાં રૂ. 159ના સ્તરેથી ઊછળી મંગળવારે રૂ. 196ના સ્તરે જોવા મળ્યો હતો. ઈન્ડિયન એનર્જી એક્સ્ચેન્જનો શેર પણ 22 ટકાનો તીવ્ર સુધારો દર્શાવી રહ્યો છે. મંગળવારે કંપનીનો શેર રૂ. 809ની સર્વોચ્ચ સપાટી પર જોવા મળ્યો હતો. ચાલુ વર્ષે તે રૂ. 181ના તળિયેથી સુધરતો રહ્યો છે.

ઓક્ટોબરમાં મિડ-કેપ્સનો દેખાવ

સ્ક્રિપ્સ 30 સપ્ટેમ્બરનો બંધ (રૂ.) બજારભાવ(રૂ.) ભાવમાં વૃદ્ધિ(ટકામાં)
નેટવર્ક 18 51. 95 73 25 41%
ટીટીએમએલ 35.35 48.1 36%
ટ્રાઈડેન્ટ 28 37.45 34%
રેડિકો 881 1171 33%
નઝારા ટેક્નો. 2292.1 3042.15 33%
IRCTC 3798.5 4819 25 27%
તાતા મોટર્સ 333.35 421.25 26%
IDBI 46.3 58.1 25%
MCX 1658.65 2057 7 24%
અશોકા બિલ્ડકોન 98.45 122.1 24%
તાતા પાવર 158.75 195.8 23%
DBL 568.4 700 23%
TV18 બ્રોડકાસ્ટ 37.95 46.4 22%
IEX 645.95 787.6 22%

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો