બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફ્ેક્શનનો કહેર વધી ગયો - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફ્ેક્શનનો કહેર વધી ગયો

બેવડી ઋતુને કારણે વાયરલ ઇન્ફ્ેક્શનનો કહેર વધી ગયો

 | 2:54 am IST

ખાનગી દવાખાનાં અને સિવિલમાં દર્દી ઉભરાયા

અંકલેશ્વર

ભરુચ જિલ્લામાં ચોમાસા દરમિયાન ભેજવાળા વાતાવરણથી શરદીતાવ,ખાંસી અને શરીરના દુખાવા જેવા ડેન્ગ્યુ જેવા વાયરલ ઇન્ફ્ેકશન,ડેન્ગ્યુ અને મેલેરિયાના કેસ વધ્યાં છે. વાઇરલ ઇન્ફ્ેક્શનમાં સતત નાક ગળતી શરદી,ખાંસી, ભારે તાવ અને શરીર તેમજ માથામાં દુખાવો, ઝડપથી તાવ ઉતરવો,અશક્તિ લાગવી, ભૂખ લાગવી, વધુ પડતો થાક લાગવો, કેટલાક કિસ્સામાં ઝાડા થઈ જવા તેમજ પેટમાં દુઃખાવો રહેવો જેવા લક્ષણો વાયરલ ઈન્ફ્ેક્શનના હોય છે.

ભરુચ પંથકમાં દિવસે ગરમી અને સાંજ પછી ઠંડકની બેવડી સિઝન અને ભેજવાળા વાતાવરણથી વાયરલ ઇન્ફ્ેકશનના કેસમાં વધારો થતાં ખાનગી ડોકટરોના ક્લિનિક અને સિવિલ હોસ્પિટલમાં પણ મોટી સંખ્યામાં દર્દીથી જોવા મળી રહ્યા છે. દરેક ઘરોમાં ભુલકાથી લઈને મોટી ઉંમરનાં એકથી બે વ્યક્તિ શરદી, ખાંસી, ભારે તાવ સાથે શરીર અને માથાનાં દુખાવાના ડેન્ગ્યુ ઇન્ફ્ેકશનમાં પટકાતાં ઘરે ઘરે માંદગી જોવા મળી રહી છે . તહેવારોનો માહોલ છે ત્યારે વાયરલ ઇન્ફ્ેકશન ના ફ્ેલાઈ તેનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;