બે દિવસ સેવા બંધ રહેતાંએસ.ટી.ને ૧ કરોડનું નુકસાન - Sandesh
  • Home
  • Rajkot
  • બે દિવસ સેવા બંધ રહેતાંએસ.ટી.ને ૧ કરોડનું નુકસાન

બે દિવસ સેવા બંધ રહેતાંએસ.ટી.ને ૧ કરોડનું નુકસાન

 | 11:58 pm IST

રાજકોટ : એસ.ટી. નિગમ માટે ચોમાસામાં આવકનું ગાબડંુ પડયા બાદ દલિત યુવાનો ઉપર અત્યાચારના પગલે ફાટી નીકળેલા તોફાનના પગલે નિગમને સૌરાષ્ટ્રમાંથી જ રૃ.૧કરોડની આવક ગુમાવવાનો વારો આવ્યો હતોે. રાજકોટ એસ.ટી.ડિવિઝન હેઠળના જુદા જુદા ડેપોની આશરે ૧૦૦ જેટલા રૃટ રદ કરવામાં આવતાં રૃ.૧૦લાખનું ન્ુકશાન થયુ હતુ. બસ સેવા બંધના કારણે રૃ.૧કરોડની નુકશાન થયા બાદ એસ.ટી.ના રૃટ ફરી રાબેતા મુજબ કયારે થશે તે હજુ નક્કી નથી.
નિગમ દ્વારા સોૈથી વધુ ન્ુકશાનનો ભય બસ સળગાવવાના તેમજ પત્થરમારાથી કાચ તુટવાના બનાવથી થતી હોવાની ભીતિ દર્શાવવામાં આવી રહી છે. સોૈરાષ્ટ્રમાં તોફાનોની પરિસ્થિતિ થાળે પડયા બાદ નિગમ દ્વારા સમીક્ષા કરી બસ સેવા પુનઃશરૃ કરાશે. અત્રે એ ઉલ્લેખનીયછેકે જયાં સુધી તોફાનો ચાલુ રહેશે અને એસ.ટી.ને તોફાની ટોળા નુકશાન કરશે તો હજુ પણ ગુરૃવારે બસ સેવા બંધ રખાશે. ગ્રામ્ય વિસ્તારમાં જતી એસ.ટી.ના અમુક રૃટ ડાયવર્ટ કરાયા છે. જયારે જામનગર ડિવિઝનના આશરે ૧૦૦ જેટલા રૃટ રદ કરાયા હતા.