બે વર્ષ પૂર્વેના જાલીનોટકાંડમાં મુખ્ય સુત્રધાર બિહારી ઝડપાયો - Sandesh
NIFTY 10,741.10 -30.95  |  SENSEX 35,432.39 +-114.94  |  USD 67.9800 -0.09
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • બે વર્ષ પૂર્વેના જાલીનોટકાંડમાં મુખ્ય સુત્રધાર બિહારી ઝડપાયો

બે વર્ષ પૂર્વેના જાલીનોટકાંડમાં મુખ્ય સુત્રધાર બિહારી ઝડપાયો

 | 1:45 am IST

ભાવનગર, તા.૧૩

ભાવનગર જિલ્લામાં બે વર્ષ પહેલા બેનકાબ થયેલા જાલીનોટ રેકેટકાંડના મુખ્ય આરોપીને અમદાવાદ એટીએસ અને ભાવનગર એસઓજીની ટીમે સંયુક્ત ઓપરેશન કરી અઠવાડિયાની મહેનત બાદ ઝડપી લીધો છે.

પ્રાપ્ત માહિતી અનુસાર તળાજા તાલુકાના બાખલકા અને ટાઢાવડ ગામેથી વર્ષે ૨૦૧૬માં ભાવનગર સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપની ટીમે કાળુ માધાભાઈ મોરી (રહે, બાખલકા, તા.તળાજા), દિલીપ વિસાભાઈ ચૌહાણ (રહે, ટાઢાવડ, તા.તળાજા), લાલજી કાનજીભા વિરડીયા (રહે, માનપુર, તા.ગારિયાધાર), ચુનીલાલ ઉર્ફે સુનિલ કુંરજીભાઈ ડુંગરાળિયા (રહે, વાજવડ, તા.કપરાડા, મુળ માનપુર, તા.ગારિયાધાર) અને ભગવાન વિસાભાઈ ચૌહાણ (રહે, ટાઢાવડ, તા.તળાજા) સહિતના પાંચ શખસને રૃ.૧૦૦૦ની ૧૬ અને ૫૦૦ના દરની ૩૨૩ બનાવટી નોટ સાથે પકડી પાડી જાલીનોટકાંડના રેકેટનો પર્દાફાશ કર્યો હતો. ત્યારબાદ તપાસનો દોર લંબાતા સમગ્ર કૌભાંડનો મુખ્ય સૂત્રધાર ચુનીલાલ ઉર્ફે સુનિલ પોલીસ સમક્ષ પોપટની જેમ બોલવા માંડતા જાલીનોટનું રેકેટ ઉમરાળા પંથકમાં પણ લંબાયું હોવાનું ખુલ્યું હતું.

જે હકીકતના આધારે પોલીસે રવિ રામભાઈ (રહે, ઠોંડા, તા.ઉમરાળા), મહેન્દ્રસિંહ ગંભીરસિંહ (રહે, માનપુર), ગેમા જીવાભાઈ (રહે, ભુતિયા), ઘનશ્યામ ઉર્ફે ભાણો (રહે, નવાગામ) અને અશોક વાળંદ (રહે, વડિયા) નામના શખસોને બનાવટી ચલણી નોટો સાથે ઠોંડા ગામેથી ઝડપી લીધા હતા. વધુમાં મુખ્ય સૂત્રધાર ચુનીલાલે પોલીસ સમક્ષ એવી કેફિયત આપી હતી કે, તેણે બનાવટી નોટો બિહારના સુરજ ઉર્ફે મિન્ટુ પાસેથી મેળવી હતી.

આ કેફીયતના આધારે જાલીનોટકાંડના માસ્ટર માઈન્ડ સુરજ ઉર્ફે પિન્ટુને પકડવા માટે એસઓજીએ તપાસનો ધમધમાટ હાથ ધર્યો હતો. આ માટે એસઓજીએ ગુજરાત એટીએસની પણ મદદ લીધી હતી. દરમિયાનમાં ગુજરાત એટીએસને એવી ટ્રીપ મળી હતી કે, આરોપી સુરજ ઉર્ફે પિન્ટુ બિહારના સિવાન જિલ્લામાં છુપાયેલો છે. જેના આધારે ભાવનગર એસઓજીના ઈન્ચાર્જ પીઆઈ ડી.ડી.પરમાર, હે.કો.અનિરૃધ્ધસિંહ ગોહિલ, પો.કો.ધર્મેન્દ્રસિંહ ગોહિલ અને એટીએસ-અમદાવાદના એક પીએસઆઈની ખાસ ટીમ બનાવી આરોપીની શોધખોળ માટે બિહાર રવાના કરાઈ હતી. સ્પેશ્યલ ટીમ દ્વારા ૬ થી ૭ સુધી છાનબીન કરાયા બાદ અંતે ૨૨ વર્ષનો માસ્ટર માઈન્ડ આરોપી સુરજ ઉર્ફે મોન્ટુ દિનાનાથ તપેશ્વર મહતો (રહે, કન્હૌલી બસંતપુર, ટોલા પોલીસ સ્ટેશન, હુસેપુર નંદ થાના, બસંતપુર, જિ.સિવાન, રા.બિહાર)ને કન્હૌલી ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો. જે આરોપીને તળાજા અને ઉમરાળા પોલીસ મથકના જાલીનોટના કેસમાં એસઓજીની ટીમ ભાવનગર લાવી હતી.

;