બે હજાર કરોડના બોગસ બિલિંગ, ITC કૌભાંડમાં ઈરફાન કોઠી, અસલમ કાલીવાલાની ધરપકડ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Ahmedabad
  • બે હજાર કરોડના બોગસ બિલિંગ, ITC કૌભાંડમાં ઈરફાન કોઠી, અસલમ કાલીવાલાની ધરપકડ

બે હજાર કરોડના બોગસ બિલિંગ, ITC કૌભાંડમાં ઈરફાન કોઠી, અસલમ કાલીવાલાની ધરપકડ

 | 12:55 am IST
  • Share

કોઠી સ્ટીલના રૃ.૧૬૩ કરોડ, બ્લૂ સ્ટાર ટ્રેડિંગના રૃ.૪૧.૩૮ કરોડના વ્યવહારો પકડાયા

સ્ટેટ ગુડ્ઝ એન્ડ ર્સિવસ ટેક્સ વિભાગ દ્વારા રૃ. ૨ હજાર કરોડના બોગસ બિલિંગ અને ૈં્ઝ્ર મેળવવાના કૌભાંડમાં વધુ બે શખ્સની ધરપકડ કરાઈ છે. રૃ. ૧૬૩ કરોડના બોગસ બિલિંગના વ્યવહારો મારફતે રૃ. ૨૪ કરોડની ખોટી રીતે ૈં્ઝ્ર મેળવવાના કિસ્સામાં ગોધરામાંથી કોઠી સ્ટીલ લિમિટેડના ઈરફાન મોહમ્મદ ફિરદોશ કોઠી અને ભાવનગરમાં બ્લૂ સ્ટાર ટ્રેડિંગ કંપનીના રૃ. ૪૧.૩૮ કરોડના બોગસ બિલો ઈશ્યૂ કરીને રૃ. ૬.૩૧ કરોડની કરચોરી કરવાના કૌભાંડમાં અસલમ કાલીવાલાની ધરપકડ કરાઈ છે. કરોડોના બોગસ બિલિંગ કૌભાંડમાં બુધવારે વધુ બે આરોપીની ધરપકડ કરવા સાથે ભાવનગર, અમદાવાદ, સુરત, રાજકોટ, ગોધરા, મહેસાણા, સહિત વિવિધ શહેરોમાં ચકચાર જગાવનાર બોગસ બિલિંગ કૌભાંડમાં અત્યાર સુધીમાં ૧૨ આરોપીની ધરપકડ કરાઈ છે. કરોડોના બોગસ બિલિંગ કૌભાંડમાં ડિજિટલ ડેટા સહિત સંખ્યાબંધ વાંધાજનક અને મહત્વના દસ્તાવોજો કબજે કરાયા છે અને તપાસને અંતે આ કૌભાંડનો આંક વધે તેવી શક્યતા છે.

જીય્જી્ વિભાગના ઈન્વેસ્ટિગેશન વિંગ  દ્વારા ભાવનગર, અમદાવાદ, રાજકોટ, વડોદરા સહિત વિવિધ શહેરોમાં કરોડોના બોગસ બિલિંગ કૌભાંડમાં ૪૯ સ્થળે દરોડા પાડયા હતા અને આ દરોડાની કાર્યાવાહીમાં જપ્ત કરાયેલા દસ્તાવેજોના આધારે તપાસ હાથ ધરાઈ હતી. આ દરોડાની તપાસમાં મળેલી વિગતોને સ્ટેટ ય્જી્ની ટીમ દ્વારા કોઠી સ્ટીલ લિમિટેડના ગોધરા, ભાવનગર, અને વડોદરામાં પ્લાન્ટ, ઓફિસ અને રહેઠાણના સ્થળે દરોડા પાડયા હતા અને પ્રાથમિક તપાસમાં રૃ. ૧૬૩ કરોડના બોગસ બિલિંગ મારફતે રૃ.૨૪ કરોડની ખોટી રીતે ૈં્ઝ્ર મેળવીને કરચોરી કરવા બદલ ઈરફાન મોહમ્મદ ફિરદોશ કોઠીની ધરપકડ કરી હતી. કોઠી સ્ટીલ લિમિટેડની પેટા કંપની એચ.કે. ઈસ્પાત પ્રાઈવેટ લિમિટેડ દ્વારા રૃ. ૧.૩૩ કરોડની વેરાશાખ મેળવવામાં આવી હતી.  આ બંને કંપનીઓના બેંક ખાતાના વ્યવહારો ઈરફાન કોઠી કરતો હોવાનું ધ્યાન પર આવ્યું છે.

ભાવનગરમાં બ્લૂ સ્ટાર ટ્રેડિંગ કંપનીના રૃ. ૪૧.૩૮ કરોડના બોગસ બિલો ઈસ્યૂ કરીને રૃ. ૬.૩૧ કરોડની કરચોરી કરવાના કૌભાંડમાં  અસલમ કાલીવાલાની ધરપકડ કરાઈ છે. આ પેઢીના માલિક અસલમ કાલીવાલા નાદુરસ્ત તબિયતનું બહાનું આગળ ધરીને સારવાર માટે હોસ્પિટલમાં દાખલ થયો હતો. કરોડોના બોગસ બિલિંગ કૌભાંડના આરોપી પર સ્ટેટ ય્જી્ના અધિકારીઓ સતત વોચ રાખતા હતા અને અસલમ કાલીવાલાને તા. ૧૪ સપ્ટેમ્બર, ૨૦૨૧ના રોજ હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરાતાં અસલમ કાલીવાલની તત્કાળ ધરપકડ કરાઈ હતી. અસલમ કાલીવાલાને કોર્ટમાં રજૂ કરાતાં તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી અપાયો છે. ઉલ્લેખનીય છે કે, કરોડોના બોગસ બિલિંગ અને ખોટી રીતે ૈં્ઝ્ર મેળવવાના કૌભાંડમાં સંડોવણી બદલ અસલમ કાલીવાલાની પત્ની શબાના અસલમ કાલીવાલાની ધરપકડ કરી હતી અને હાલ શબાના અસલમ કાલીવાલા જ્યુડિશિયલ કસ્ટડીમાં છે.

ભાવનગરમાં બ્લૂ સ્ટાર ટ્રેડિંગ કંપનીના રૃ. ૪૧.૩૮ કરોડના બોગસ બિલો ઈશ્યૂ કરીને રૃ. ૬.૩૧ કરોડની કરચોરી કરવાના કૌભાંડમાં સંડોવાયેલ આરોપી હસન કાલીવાલા નાસતો ફરે છે.  અસલમ કાલીવાલાનો પુત્ર હસન કાલીવાલા વિરુદ્ધ સમન્સ ઈશ્યૂ કરાયું છે પરંતુ તે સ્ટેટ ય્જી્ સમક્ષ હાજર થતો નથી અને નાસતો ફરતો હોઈ તેની સામે નિયમાનુસાર કાર્યવાહી હાથ ધરાઈ છે અને તેની શોધખોળ ચાલી રહી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન