બે હાથ વગર પણ મેળવ્યા સ્વિમિંંગમાં મેડલ,વાંચો વિશ્વાસની પ્રેરણાત્મક વાત - Sandesh
  • Home
  • Sports
  • બે હાથ વગર પણ મેળવ્યા સ્વિમિંંગમાં મેડલ,વાંચો વિશ્વાસની પ્રેરણાત્મક વાત

બે હાથ વગર પણ મેળવ્યા સ્વિમિંંગમાં મેડલ,વાંચો વિશ્વાસની પ્રેરણાત્મક વાત

 | 4:51 pm IST

જો તમને પોતાની જાત પર વિશ્વાસ હોય તો તમે કોઈપણ કપરી પરિસ્થિતિને ચીરીને આગળ વધી શકો છો. આપણે આજે જેની વાત કરવાના છે તેનો મિજાજ પણ થોડા આવો જ છે. બેંગલુરુમાં રહેતો 26 વર્ષનો વિશ્વાસ કે.એસે કેનેડિઅન ‘2016 Speedo Can Am Para-swimming Championships’માં એક ,બે નહીં પરંતુ ત્રણ મેડલ જીત્યા છે. તમને આશ્ચર્ય થશે કે એમાં શું નવી વાત છે આવું તો ઘણાં લોકોએ કર્યું છે.  વિશ્વાસ કે.એસ એવો સ્વિમર છે જેને બે હાથ નથી એના વગર જ સ્વિમિંગમાં તે બેકસ્ટ્રોક,બ્રેસ્ટસ્ટ્રોક અને બટરફ્લાય ઉત્તમ રીતે કરી શકે છે. તેણે આ ચેમ્પિઅનશીપમાં સિલ્વર મેડલ બેકસ્ટ્રોકમાં અને બ્રેસ્ટસ્ટ્રોકમાં(100 મી),બટરફ્લાયમાં બ્રોન્ઝ મેડલ(50 મી) મેળવ્યાં છે. 

વિશ્વાસ જ્યારે 10 વર્ષનો હતો ત્યારે તેની સાથે એક એક્સિડન્ટ થયો હતો. વિશ્વાસ કહે છે કે, મારા પિતા સત્યનારાયણ મુર્થી એગ્રિકલ્ચર ડિપાર્ટમેન્ટમાં ક્લાર્ક હતાં. સોળ વર્ષ પહેલા,હું પોતાના બની રહેલા નવા ઘરમાં પાણી છાંટી રહ્યો હતો અને એકદમ જ ઈલેક્ટ્રિક વાયરો પર ઉપરથી પડ્યો. તેને બચાવવા તેના પપ્પા પણ તેની સાથે પડ્યા પરંતુ તેણે પોતાન પપ્પા અને બંન્ને હાથ ગુમાવવા પડ્યા.
 
વિશ્વાસ તેના એક્સિડન્ટ પછી બેંગલુરુ આવી ગયો જ્યાં તેને પોતાનું શિક્ષણ અને નોકરી પણ કરી. લોકો તેની ઘણી મજાક પણ ઉડાવતા અને તેની પર તરસ પણ ખાતા પરંતુ તેના પરિવાર અને મિત્રોના સહયોગથી તે કુંગ-ફુ,ડાન્સ અને સ્વિમિંગ શીખ્યો. તે આસ્થા નામની એનજીઓની મદદથી સ્વિમિંગ કરતા શીખ્યો. આસ્થા અન્ય એનજીઓ જેમકે બુક અ સ્માઈલ સાથેના કોલોબ્રેશનથી પ્રોફેશન એથ્લેટ્સ બનાવતી હતી જેમાં તે સ્પોર્ટસ્ પર્સનને જોઈએ તેવી ટ્રેનિંગની સાથે ન્યુટ્રિશનલ પ્લાનમાં પણ મદદ કરતી.

વિશ્વાસે કેનેડિઅન પેરા-સ્વિમિંગની ચેમ્પિઅનશીપમાં ત્રણ મેડલ જીત્યાં બાદ હવે તેનું સપનું 2020માં થનારા ટોકિયો ઓલ્મિપિક્સમાં જઈને પોતાના દેશનું નામ વધારે ઊંચુ કરવાનું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન