બોટાદમાં આવેલા બન્ને બ્રીજમાં થોડા વરસાદમાં જ પાણી ભરાયા - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • બોટાદમાં આવેલા બન્ને બ્રીજમાં થોડા વરસાદમાં જ પાણી ભરાયા

બોટાદમાં આવેલા બન્ને બ્રીજમાં થોડા વરસાદમાં જ પાણી ભરાયા

 | 4:18 am IST
  • Share

ા બોટાદ ા

બોટાદ શહેરના સારંગપુર રોડ પર આવેલ તેમજ બીજો ભાવનગર રોડ પર આવેલ બ્રિજમાં પાણી ભરાઈ જતા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે. થોડા વરસાદમા આ પરિસ્થિતી થતા અનેક સવાલો ઉઠી રહ્યા છે. કરોડો રૃપિયા ખર્ચે બનેલા બ્રીજમા પાણી નિકાલ થતુ નથી

આ અંગેની વિગત મુજબ બોટાદ શહેરના સાળંગપુર રોડ ઉપર હજુ હમણાં જ કરોડો રૃપિયાના ખર્ચે બનાવવામાં આવેલ અંડરબ્રિજમાં સામાન્ય વરસાદના કારણે પાણી ભરાઈ જતા નાના-મોટા વાહનચાલકોને આ બ્રિજમાં આવન-જાવન કરવા માટે વધુ મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. આ બાબતે જિલ્લા વહીવટી તંત્રના વડાઓ દ્વારા તાત્કાલિક ધોરણે પાણી ખાલી કરવા બાબતે નક્કર પગલાં ભરી યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતીં. તેમજ ભાવનગર રોડ ઉપર આવેલ બ્રીજમાં પણ સતત ભરાયેલા પાણીના કારણે લોકોને વધૂ મુશ્કેલી પડી રહી છે. બ્રીજમાં પાણી દૂર કરવામાં આવે તેવી બોટાદ શહેરની આમ જનતામાં માંગ ઉઠવા પામી છે. કરોડોના ખર્ચે બનેલા આ બ્રિજમાં નબળી કામગીરીના કારણે હાલ વરસાદી માહોલ ન હોવા છતા પણ પાણી ભરાઈ રહ્યા છે. આ બાબતે યોગ્ય પગલા ભરવા માંગ ઉઠી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન