બોટાદમાં ખુલ્લેઆમ દારૃનો વેપલો કુખ્યાત શખસની સામે કાર્યવાહી કરો - Sandesh
  • Home
  • Bhavnagar
  • બોટાદમાં ખુલ્લેઆમ દારૃનો વેપલો કુખ્યાત શખસની સામે કાર્યવાહી કરો

બોટાદમાં ખુલ્લેઆમ દારૃનો વેપલો કુખ્યાત શખસની સામે કાર્યવાહી કરો

 | 3:18 am IST

ા બોટાદ ા

બોટાદના કુખ્યાત અને હિસ્ટ્રીશીટર લાલજી દાનજી મકવાણા ઉફ્ર્ે એલ.ડી.મકવાણા દ્વારા દારૃનું ખુલ્લેઆમ વેચાણ,આમ-પ્રજા તથા અધિકારીઓને હેરાન કરાતા હોવાના આક્ષેપ સાથે દલીત સમાજે કલેકટર અને એસપીને આવેદન આપ્યું હતું.

આ અંગે અરજદાર ટપુભાઈ માવજીભાઇ બથવારે તમામ દલિત સમાજ વતી કલેકટર અને એસપીને કરેલી રજૂઆતમાં જણાવ્યું કે,બોટાદના કુખ્યાત અને હિસ્ટ્રીશીટર તથા અગાઉ અનેક ગુનામાં સંડોવાયેલા લાલજી દાનજી મકવાણા ઉફ્ર્ે એલ ડી મકવાણા બોટાદમાં મોટા પ્રમાણમાં દારૃનું વેચાણ તથા ઘરમાં જુગાર રમાડતા હોવાની વાત હવે છુપી રહી નથી.આ બુટલેગરે દારુ તથા જુગારના ધંધામાં ઘણી બધી બેનામી સંપત્તિઓ ભેગી કરી હોય તેની ગેરકાયદેસરની તમામ સંપતિ અંગે તેની સામે નિષ્પક્ષ તપાસ કરવા માંગ કરવામાં આવી હતી.

આવેદનમાં ઉલ્લેખ કરાયો હતો કે,હમણાં જ એલ ડી મકવાણાના ઘરેથી મસમોટી રકમ નો દારૃ પોલીસે ઝડપી પાડયો હતો અને તેમાં તેમની ધરપકડ પણ કરવામાં આવી છે અને જેલ હવાલે કરવામાં આવ્યો છે. જાણવા મુજબ આ એલ ડી મકવાણા દ્વારા જેલર અને પોલીસના માણસો પાસે વી.આઇ.પી.સુવિધા આપવાની માંગ કરી હતી જનો અસ્વિકાર થતાં સરકારી કર્મીઓને એટ્રોસિટીની ફરિયાદ કરવાની ધમકી આપી હતી. અગાઉ પણ એની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા બાબતે પોલીસને ઉપર પણ ખોટી રીતે એટ્રોસીટીના કેસમાં ફ્ીટ કરી દેવાના બનાવો બનેલા છે.તેવો આક્ષેપ કરાયો છે. આ તકે ઉપરોકત તમામ બાબતોને ધ્યાને લઇ તટસ્થ અને રેકોર્ડ મુજબ તપાસ કરવામાં આવે તેવી દલિત સમાજે આવેદનના અંતે માંગ ઉચ્ચારી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન