બોટાદમાં બેવડાં શખસને બે માસની કેદની સજા - Sandesh
NIFTY 10,421.40 +194.55  |  SENSEX 33,917.94 +610.80  |  USD 65.0350 -0.13
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Bhavnagar
  • બોટાદમાં બેવડાં શખસને બે માસની કેદની સજા

બોટાદમાં બેવડાં શખસને બે માસની કેદની સજા

 | 1:45 am IST

બોટાદ, તા.૯

બોટાદ શહેરના અવેડા ગેટ વિસ્તારમાંથી બોટાદ પોલીસે કેફી પીણું પીધેલી હાલતના આરોપીને ઝડપી લીધો હતો. પોલીસે તેની વિરૃધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી હતી. જેનો કેસ આજે બોટાદ કોર્ટમાં ચાલી જતાં અદાલતે આરોપીને બે માસની કેદની સજા અને રોકડ રકમના દંડનો હુકમ કર્યો હતો.

મળતી વિગત મુજબ બોટાદ શહેરના અવેડા ગેટ પાસે પોલીસના દરોડામાં નશો કરેલી હાલતમાં આરોપી અમીન ઉર્ફે કાળીનો એક્કો મહમંદ ખંભાતી મળી આવતાં પોલીસે તેની ધરપકડ કરી બોટાદ પોલીસ સ્ટેશનમાં પોકો. રાજેન્દ્રસિંહ મનુભા રાણાએ આરોપી વિરૃધ્ધ પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો દાખલ કર્યો હતો. પોલીસે આરોપીના લોહીના નમૂના લેવડાવી તબીબી તપાસ કરાવી આધાર પુરાવા એકઠાં કરી બોટાદ કોર્ટમાં આરોપી વિરૃધ્ધ ચાર્જશીટ દાખલ કરી હતી. જે અંગેનો કેસ આજે બોટાદ જ્યુડિશિયલ ફર્સ્ટક્લાસ મેજિસ્ટ્રેટની કોર્ટમાં ચાલી જતાં અદાલતે પોલીસ સાહેદોની જુબાની, દસ્તાવેજી પુરાવાઓ, સરકારી વકીલ એસ.ઝેડ.રાજપૂતની દલીલો, રજૂ કરેલાં હાઈકોર્ટ તથા સુપ્રીમકોર્ટના ચુકાદાઓને ધ્યાને લઈ આરોપી અમીન ઉર્ફે કાળીનો એક્કો ખંભાતીને દારૃબંધી ધારાની જુદી જુદી કલમ મુજબના ગુનામાં તકસીરવાન ઠરાવી બે માસની સાદી કેદની સજા તથા તથા રૃા.પ૦૦ની રકમનો દંડ અને આરોપી જો દંડની રકમ ના ભરે તો વધુ ૧પ દિવસની સાદી કેદની સજા ફટકારતો હુકમ કર્યો હતો.

;