બોટાદમાં ST કર્મીઓનીહડતાલ સતત બીજા દિવસે પણ યથાવત - Sandesh
  • Home
  • Bhavnagar
  • બોટાદમાં ST કર્મીઓનીહડતાલ સતત બીજા દિવસે પણ યથાવત

બોટાદમાં ST કર્મીઓનીહડતાલ સતત બીજા દિવસે પણ યથાવત

 | 3:15 am IST

ા બોટાદ ા

ગુજરાત રાજ્યની ગ્રામ્ય જનતાને લાઇફ્ લાઇન સમી એસટી બસ સેવાનો ૨૦.૨.૨૦૧૯ મધરાત્રે થી હડતાલ પડતા રાજ્યભરમાં ચક્કાજામ સર્જાઈ ગયો છે. રાજ્ય માર્ગ અને વાહન વ્યવહાર નિગમના ૪૫,૦૦૦ કર્મચારીઓનું ૭ મુ પગારપંચ આપવા સહિતની માંગણીઓને લઈને કર્મચારીઓ દ્વારા અચોક્કસ મુદત સુધી હડતાલ પાડી દેવામાં આવી હતી. જેમાં આજે બીજા દિવસે પણ બોટાદ એસટી ડેપોમાં તમામ કર્મચારીઓ હડતાલ પર જોડાયા હતા. શર્ટ ઉતારી વિરોધ પ્રદર્શન કરવામાં આવેલ હતું. નોંધનિય છે કે, વિરોધ પ્રદર્શન દરમિયાન બોટાદ એસ.ટી.ના કર્મચારીઓએ બ્લડ ડોનેશન કેમ્પ યોજ્યો હતો. જેમા ૧૩ બોટલ બ્લડ એકત્રિત કર્યુ હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન