બોડિયા ગામમાં  ખરાબામાં ફરી વખત કેમિકલના મોટા જથ્થાનો ગેરકાયદે નિકાલ, તંત્ર નિદ્રાધીન - Sandesh
  • Home
  • Gujarat
  • બોડિયા ગામમાં  ખરાબામાં ફરી વખત કેમિકલના મોટા જથ્થાનો ગેરકાયદે નિકાલ, તંત્ર નિદ્રાધીન

બોડિયા ગામમાં  ખરાબામાં ફરી વખત કેમિકલના મોટા જથ્થાનો ગેરકાયદે નિકાલ, તંત્ર નિદ્રાધીન

 | 4:55 am IST
  • Share

 ગ્રામ્ય વિસ્તારમાં ભૂમાફિયાઓની બેફામ ખનીજ ચોરી, તંત્ર મૂક સાક્ષી

એક માસ પૂર્વે પણ બે ડમ્પર ભરીને કેમિકલનો જથ્થો ઠાલવી દેવાયો હતો

લીંબડી તાલુકાના બોડિયા ગામે એક માસ પૂર્વે તળાવની નજીક અંદાજિત બે ડમ્પર ભરીને કેમિકલનો જથ્થો ગેરકાયદે રીતે રાત્રિના સમયે ખાલી કરવામાં આવ્યો હતો. તેમ છતાં તંત્ર દ્વારા કોઈ જ જાતના કડક પગલા ભરાયા નહોતા. જેને કારણે ડમ્પરમાં ભરીને કેમિકલ લાવીને બોડીયા ગામે નિકાલ કરતા તત્વોને મોકળું મેદાન મળી ગયું હોય તેવું લાગી રહ્યું છે. કેમ કે ફરી એકવાર બોડિયા ગામની નજીક કેમિકલનો મોટો જથ્થો હાઈવેની નજીક ખરાબામાં જોવા મળ્યો છે. આ વખતે પણ અંદાજે બે ડમ્પર જેટલું કેમિકલ ખેતરમાં નાંખવામાં આવ્યું છે. ગામની નજીક કેમિકલ ઠાલવવામાં આવતું હોવાથી ગ્રામજનોના આરોગ્યને પણ નુકસાન થઈ શકે છે.  

ગામ લોકોનું કહેવું છે કે બોડીયાની ભોગાવો નદીમાં બેફામ રેતી ચોરી થાય છે. નેશનલ હાઈવેથી ભોગાવો નદી માત્ર 1 કિમી દૂર છે. ડમ્પરમાં કેમિકલ ભરીને લવાય છે અને ડમ્પર ચાલકો જોખમી કચરો નજીકમાં ખાલી કરીને રેતી ભરીને લઈ જાય છે. બોડિયા ગામમાં કાયદેસર રીતે 3 વોશ પ્લાન્ટને મંજૂરી મળી છે. પરંતુ ગામમાં અંદાજિત 6 વોશ પ્લાન્ટ ધમધમી રહ્યા છે. ભોગાવો નદીમાં અંદાજિત 10 ફૂટ જેટલા ઉંડા ખાડા ખોદીને તેમાં ચરખીઓ ઉતારી દેવામાં આવી છે. રેતી ચોરી બંધ કરવા માટે ગ્રામજનો દ્વારા અનેકવાર મામલતદાર, ખાણ ખનીજ સહિતના વિભાગોમાં અરજીઓ કરાઈ હતી. લોકોમાં ચર્ચા છે કે, જો હપ્તારાજના હોય તો કેવી રીતે ખનીજ ચોરી થઈ શકે છે? વળી ગ્રામજનો દ્વારા જે અરજીઓ કરવામાં આવી છે, તેને અધિકારીઓ વાંચતા ના હોય તેવું લાગી રહ્યુંં છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો