બોડેલીનગરમાં સાંજે વાવાઝોડા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બોડેલીનગરમાં સાંજે વાવાઝોડા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

બોડેલીનગરમાં સાંજે વાવાઝોડા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

 | 3:17 am IST

ચોમાસાની સીઝનમાં પ્રથમવાર ખુશનુમાં માહોલ

ા જાંબુઘોડા ા

બોડેલીમાં આખા દિવસના ભારે ઉકળાટ બાદ સાંજે ૬.૩૦ વાગે  ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા ઠંડક પ્રસરી હતી. ગરબા આયોજકો તેમજ ખાલૈયા ઓમાં ચિંતા નો માહોલ ફેલાયો હતો.

જાણવા મળ્યા મુજબ બોડેલી પંથક માં શ્રાાદ્ધ પક્ષ માં જેટલી ગરમી અને બફટ નથી લાગ્યો તેવો ભારે બફટ અને કાળઝાળ ગરમી પાછલા એક અઠવાડિયાથી થઈ રહી છે અને આજ રોજ તો જાણે ૪૫ ડીગ્રી પાર કરી હોય તેમ ગરમી અને બફટ લાગ્યો હતો અને સાંજના સમયે વાતાવરણ માં પલટો આવતા સાંજે ૬ કલાકે બોડેલી પંથકમાં અંધકાર છવાઈ ગયો હતો અને ૬.૩૦ વાગ્યાથી ભારે પવન અને વાવાઝોડા સાથે વરસાદ વરસતા ચોમાસાની સિઝન માં પ્રથમ વાર બોડેલી પંથક માં ખુશનુમા વાતાવરણ જોવા મળ્યુ હતુ

વરસાદ ના પગલે ક્ષણિક વાર ગરબા આયોજકો તેમજ ખાલૈયા ઓ માં ચિંતા પ્રસરીગઈ હતી પરંતુ ભારે પવન અને વાવાઝોડાને લઈ વરસાદ ખેંચાઈ જતા  ગરબા આયોજકો તેમજ ખાલૈયાઓએ હાશકારો અનુભવ્યો હતો. તથા આયોજકો દ્વારા રાત્રે ગરબા યોજાય તે માટેની તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;