બોડેલીનગરમાં સાંજે વાવાઝોડા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બોડેલીનગરમાં સાંજે વાવાઝોડા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

બોડેલીનગરમાં સાંજે વાવાઝોડા સાથે વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી

 | 3:17 am IST

ગરબાના કાર્યક્રમમાં ઉમરા પોલીસની ગુંડાગર્ડી સામે કાર્યવાહી માટે રજૂઆત

સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિ.માં ગરબા યોજાયા હતા

। ભરૂચ ।

તાજેતરમાં સુતરની વીએનએસજીયુમાં ગરબાના સાંસ્કૃતિક પર્વના કાર્યક્રમમાં ઉમરા પોલીસની ગુંડાગર્ડી અને દાદાગીરી અંગે યોગ્ય કાર્યવાહી કરવાની માંગ કરતુ આવેદનપત્ર અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ભરૂચ શાખા દ્વારા ગુજરાતના મુખ્યમંત્રીને સંબોધીને ભરૂચ જિલ્લા  કલેકટર મારફત પાઠવ્યુ હતુ.

આવેદનમાં જણાવ્યુ હતુ કે, ગુજરાત પોલીસનો સુરતમાં અપરાધિક અને અમાનવીય ચહેરો જોવા મળ્યો હતો. સુરતની વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સીટીમાં વિદ્યાર્થીઓ અને યુનિવર્સીટી દ્વારા નવરાત્રી નિમિત્તે યોજાયેલ ગરબાના કાર્યક્રમો શાંતિથી ચાલી રહ્યા હતા. આ કાર્યક્રમ યુનિવર્સીટીની અનુમતિ, સહમતિ અને કોરોનાની ગાઈડલાઈન મુજબ યોજાઈ રહ્યો હતો.

કાર્યક્રમમાં યુનિવર્સીટીના પ્રશાસન, હોસ્ટેલના વિદ્યાર્થીઓ અને સામાન્ય વિદ્યાર્થી ભાઈ-બહેનો ભાગ લઈ રહ્યા હતા ત્યારે યુનિવર્સીટી પ્રશાસનની મંજૂરી વગર સુરતના ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરણ મોદી અને તેમની સાથે પીએસઆઈ બિપીન પરમાર, ડીસ્ટાફ કોન્સ્ટેબલ ઈસુ ગઢવી સાથે પોલીસ કર્મીઓ ગરબાના પંડાલમાં સૌ પ્રથમ તો પોલીસે વિદ્યાર્થીઓ જીપ ચઢાવવાનો પ્રયાસ કર્યો હતો અને આવેશવસ અને નશાના જોશમાં પોલીસ કર્મીઓએ નિર્દોષ ભાઈઓ અને બહેનોની જબરજસ્તીથી ધરપકડ કરી પોલીસ સ્ટેશનમાં લઈ ગયા હતા અને મારપીટ કરી હતી. આ મારપીટમાં સામાન્ય વિદ્યાર્થીઓ તેમજ એબીવીપી ગુજરાત પ્રદેશ મંત્રી હિમાલયસિંહ ઝાલા, પ્રદેશ સહમંત્રી વિરતીબેન શાહ, સુરત મહાનગર મંત્રી હિતેશ ગીલાતર, નિશાંત ભટ્ટ સહિતના વિદ્યાર્થીઓને ગંભીર ઈજાઓ પહોંચી હતી.

જેની સારવાર સુરતની હોસ્પિટલમાં ચાલી રહી છે. ઘટના દરમ્યાન મારપીટની સાથેસાથે પોલીસે ગંદી ગાળો, અપશબ્દો અને બિભત્સ ભાષા સાથે કેસ કરી જીંદગી પુરી કરી નાખીશ જેવી ધમકી પણ પીઆઈ અને તેના સાથી કર્મચારીઓ દ્વારા આપવામાં આવી હતી.

નવરાત્રી પર્વ દરમ્યાન પોલીસ તંત્રની આવી વર્તુણકના પગલે એબીવીપી દ્વારા માંગ કરાઈ છે કે, ઉમરા પોલીસ સ્ટેશનના પીઆઈ કિરણ મોદી તેમજ પીએસઆઈ બિપીન પરમાર તેમજ અન્યોને નિષ્કાષિત કરવામાં આવે તેમજ સાંસ્કૃતિક ગરબાનુ અપમાન કરનાર પોલીસના અમલદારો અને કર્મચારીઓ પર કલમો લગાવી કેસ કરવામાં આવે. આ સાથે ઉમરા પોલીસની આ હરકતના કારણે વિદ્યાર્થી જગતમાં ભયનું વાતાવરણ ઉભુ થયુ છે સાથે જ શૈક્ષણિક પરિસરમાં કુલપતિની મંજુરી વિના અથવા સુચના વગર પોલીસે આ પ્રકારે કેમ્પસમાં ઘુસી આવવુ એ કુલપતિના અપમાન સમાન છે. તે અંગે યોગ્ય કાર્યવાહી કરવા માંગ કરવામાં આવી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;