બોડેલીના ઘેલપુરના કાર્યકરે ૭ થી વધુ ગામોને સેનિટાઇઝ કરી સેવાયજ્ઞા કર્યો - Sandesh
  • Home
  • Newspaper
  • બોડેલીના ઘેલપુરના કાર્યકરે ૭ થી વધુ ગામોને સેનિટાઇઝ કરી સેવાયજ્ઞા કર્યો
 | 3:03 am IST

 

બોડેલીમાં એક કોરોના પોઝિટિવ કેસ મળતા ફફડાટ

કોરોના વાઈરસના સંક્રમણને અટકાવવાના પ્રયાસો

 

ા બોડેલી ા

છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકામાં કોરોના વાઇરસનો એક ૬૨ વર્ષીય વૃદ્ધનો રિપોર્ટ પોઝિટિવ આવતા બોડેલી નગર સહિત સમગ્ર જિલ્લાના લોકોમાં ફ્ફ્ડાટ વ્યાપી ગયો છે. વહીવટી તંત્ર પણ એક્શનમાં આવી ગયુ છે.

બોડેલીના જે વિસ્તારમાં કોરોના પોઝિટિવ વૃદ્ધ રહેતા હતા તેને સ્થાનિક યુવાનો દ્વારા સેનેટાઇઝ કરવામાં આવ્યો હતો. વહીવટી તંત્ર દ્વારા આ વિસ્તારને માસ ક્વોરોન્ટાઇન કરવામાં આવતા આ વિસ્તારના તમામ લોકોને હવે ૧૪ દિવસ ઘરમાં જ રહેવું પડશે.  

બોડેલી તાલુકામાં કોરોના પોઝિટિવ કેશ આવતા બોડેલી સહીત આજુબાજુના ગામોના સરપંચો, ગ્રામજનોમાં પણ ફફડાટ ફેલાયો છે. ગ્રામજનોએ ઘરમાંથી બિનજરૃરી બહાર નીકળવાનું જ બંધ કરી ઘરમાં જ રહેવાનું નક્કી કરી લીધું છે. સરપંચો ઈચ્છી રહ્યા છે કે, અમારું ગામ પણ સેનેટાઇઝ કરવામાં આવે પરંતુ તેને લગતી સામગ્રી ક્યાંથી મળશે ? તેની મૂંઝવણમાં મુકાયા હતાં. ત્યારે તાલુકાના ઘેલપુર ગામના ભાજપાના ગ્રામીણ કેન્દ્રના ઇન્ચાર્જ ભરતભાઈ શાહ અને તેમના સાથી સહાયકો સરપંચોની વહારે પહોંચી ગામમાં સેનેટાઈઝ કરવાનું કામ ઝડપી પાડયું હતું.  

ભરતભાઇ શાહ અને તેમના સાથી મિત્રો દ્વારા અત્યાર સુધીમાં તેમના ઘેલપુર ગામ સાથે આસપાસના કોસીંદ્રા, ચિખોદ્રા, ખોડિયા, પાણેજ, ખરેડા, સીમલઘોડા, રાજબોડેલી મળી ૮ જેટલા ગામોને સેનેટાઇઝ કરવાના સેવાયજ્ઞા કર્યો છે. તેઓ સેનેટાઇઝરને ૨૦૦ લીટર પાણીમાં ૧૦ લીટર નાખી પોતાના ટ્રેક્ટર પર મોટા સ્પ્રે મશીનથી ૩ થી ૧૦ ફ્ૂટ જેટલા પહોળા ફ્ળિયામાં, રસ્તામાં છંટકાવ કરી ગામના રસ્તાઓ, શેરીઓને સેનેટાઇઝ કરી કોરોના વાયરસના સંક્રમણને અટકાવવાના પ્રયાસો કરી રહ્યા છે. તાલુકાના ૮ જેટલા ગામોને સેનેટાઇઝ કરવામાં આવ્યા છે.

જેમાં સરપંચો પાસેથી કોઈ ખર્ચ ન લઇ સેવાયજ્ઞા કરી તાલુકામાં એક અનોખું ઉદાહરણ પૂરું પાડયું છે. હાલમાં તેઓ રાજબોડેલી ગામને સેનેટાઇઝ કરી રહ્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન