બોડેલીની ચોરીમાં તસ્કરનું પગેરૂ મેળવવા સઘન પ્રયાસ - Sandesh
  • Home
  • Newspaper
  • બોડેલીની ચોરીમાં તસ્કરનું પગેરૂ મેળવવા સઘન પ્રયાસ

બોડેલીની ચોરીમાં તસ્કરનું પગેરૂ મેળવવા સઘન પ્રયાસ

 | 3:13 am IST

શો-રૂમમાંથી રૂ. ૧.૫૫ લાખની મતાની ચોરી થઈ હતી

ા અલીપુરા ા

બોડેલી ના ભરચક વિસ્તારમાં આવેલા જય નારાયણ કપડાના શો રૂમને તસ્કરોએ નિશાન બનાવી દુકાનના ઉપરના ભાગેથી દુકાનમાં પ્રવેશી કપડાં, રોકડા સહિતનો સમાન મળી ૧.૫૫ લાખની મતાની ચોરી કરી રફ્ુચક્કર થયા હતા બોડેલી પોલીસે ડોગ સ્કોડ અને જિલ્લા એલસીબીની મદદ લઇ સ્થળ પર સંયુક્ત રીતે તપાસ હાથ ધરી તસ્કરનું પગેરું મેળવવા પ્રયાસ હાથ ધર્યા છે.  

બોડેલીના ઢોકલીયા વિસ્તારના લક્ષ્મી સોસાયટીમાં રહેતા ધીરજકુમાર કંડાણી બોડેલીના રેલવે ગરનાળા પાસે જય નારાયણ કપડાં નો શો રૂમ ધરાવે છે ગત તા.૨૩-૧૧-૨૧ ના રાત્રીના સમયે તસ્કરોએ ગોડાઉનની લોખંડની બારીની જાળી તોડી ઉપરના ભાગેથી દુકાનમાં તસ્કરો પ્રવેશ કરી કપડાં, રોકડા સહિતનો સામાન મળી કુલ ૧.૫૫ લાખની ચોરી કરી રફ્ુચક્કર થયા હતા બનાવની જાણ દુકાનદારે બોડેલી પોલીસ ને કરતા પોલીસ તાત્કાલિક સ્થળ પર પહોંચી ચોરી અંગે તપાસ હાથ ધરી હતી અને ત્યાર બાદ સમગ્ર બનાવ અંગે ધીરજકુમાર કંડાણી બોડેલી પોલીસ મથકે ફ્રિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા તસ્કરોએ વિરુદ્ધ ગુનો નોંધી કાર્યવાહી હાથધરીછે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;