બોડેલીમાં બે દિવસમાં શરદી, ખાંસી, તાવનો એક પણ દર્દી નોંધાયો નથી - Sandesh
  • Home
  • Newspaper
  • બોડેલીમાં બે દિવસમાં શરદી, ખાંસી, તાવનો એક પણ દર્દી નોંધાયો નથી
 | 3:03 am IST

 

આરોગ્ય વિભાગની ટીમ દ્વારા ગામમાં સર્વેની કામગીરી હાથ ધરવામા આવી

આરોગ્ય વિભાગ દ્વારા ૧૨થી વધુ દિવસ તપાસણી કામ ચાલશે

પીપીટી કીટ સાથે ર્નિંસગ સ્ટાફ્ સજ્જ ઃ રોજ ૫૫ જેટલા મકાનોમાં થતી આરોગ્ય તપાસણી

ા બોડેલી ા

છોટાઉદેપુર જિલ્લાના વેપારી મથક એવા બોડેલી ખાતે જિલ્લાનો પ્રથમ કોરોના વાયરસ (કોવીડ-૧૯) નો પ્રથમ પોઝિટિવ કેસ સામે આવતા સમગ્ર જિલ્લામાં હડકંપ મચી ગયો છે. ત્યારે સમગ્ર છોટાઉદેપુર જિલ્લાના વહીવટી તંત્ર હરકતમાં આવી ગયું છે. બોડેલીમાં આરોગ્ય વિભાગ દ્વારા ઘેરઘેર તપાસ હાથ ધરવામાં આવીરહી છ. જેમાં શરદી, ખાંસી, તાવના એક પણ દર્દી મળ્યા નથી.

દિલ્હી મરકઝમાં જઈને પરત ફ્રેલા બોડેલી નગરના એક ૬૦ વર્ષીય વૃદ્ધ કોરોનાનો રિપોર્ટ પોઝિટિવ આવતા બોડેલી સહિત સમગ્ર વિસ્તારના લોકોના જીવ તાળવે ચોંટયા છે અને લોકોમાં તેના સંક્રમણથી આ રોગ વધુ વકરે તેવી દહેશત ફ્ેલાઇ છે ત્યારે કોરોનાનો પોઝિટિવ રિપોર્ટ આવેલ એ ૬૦ વર્ષના વૃદ્ધના ઘરની આસપાસના કેટલાક વિસ્તારને તંત્ર દ્વારા ૧૪ દિવસ માટે માસ કોરોન્ટાઇન કરી વાયરસના સંક્રમણને અટકાવવાના ધનિષ્ઠ પ્રયાસો હાથ ધરાયા છે. જેના ભાગરૃપે આ વિસ્તારની ચારેતરફ્થી પતરા મારી સીલ કરી ઠેરઠેર પોલીસ જવાનોનો ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો છે અને છેલ્લા બે દિવસથી બોડેલી આરોગ્ય વિભાગ દ્વારા દરરોજ ૫૫ જેટલા ઘરોના ૩૫૦ જેટલા લોકોની આરોગ્ય તપાસ પીપીટી કીટ સાથે સંપૂર્ણ રીતે સજ્જ થઇ ર્નિંસગ સ્ટાફ્ દ્વારા કરવામાં આવી રહી છે. બે દિવસથી રોજ આ ૩૫૦ વ્યક્તિઓની આરોગ્ય તપાસ કરતા ર્નિંસગ સ્ટાફ્ ના જણાવ્યા મુજબ બે દિવસમાં હજી કોઈપણ વ્યક્તિને શરદી ખાંસી કે તાવ જેવું કાંઈ જ જોવા મળ્યું નથી કે લોકો તરફ્થી એવી કોઈ ફ્રિયાદો પણ મળી નથી. એટલું જ નહીં તેઓએ આરોગ્ય તપાસ હજી આવતા ૧૨ થી ૧૪ દિવસ સુધી સતત પણે કરવામાં આવનાર હોવાનું પણ જણાવ્યું હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન