બોડેલી કેનાલમાં તણાતી વૃદ્ધાને સરકારી કર્મીઓએ બચાવી લીધી - Sandesh
  • Home
  • Newspaper
  • બોડેલી કેનાલમાં તણાતી વૃદ્ધાને સરકારી કર્મીઓએ બચાવી લીધી

બોડેલી કેનાલમાં તણાતી વૃદ્ધાને સરકારી કર્મીઓએ બચાવી લીધી

 | 3:13 am IST

નામ જણાવવા માટે ભોગ બનેલા વૃદ્ધા સહમત ન થઈ

મોર્નિગ વૉક કરતા કર્મીઓએ કેનાલમાં ઝંપલાવી વૃદ્ધાને બચાવી

ા જાંબુઘોડા ા

બોડેલી પાસેથી પસાર થતી નર્મદા કેનાલ ઉપર મોર્િંનગ વૉકમાં નીકળેલા ફેરેસ્ટ તેમજ પોલીસ કર્મીઓએ કેનાલના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલી વૃધ્ધાને બચાવી સરાહનીય કામગીરી કરી હતી.

તણાઈ રહેલી મહિલા બોડેલીના પટેલ કમ્પાઉન્ડમાં રહેતી હોવાનું જણાવતા રીક્ષા મારફ્તે ઘરે મોકલવામાં આવી હતી.  

જાણવા મળ્યા મુજબ આજરોજ ગુરૂવારે સવારે નિત્ય ક્રમ પ્રમાણે મોર્િંનગ વૉકમાં કેનાલ તરફ્ નીકળેલા ફેરેસ્ટ કર્મી રતનસિંહ બી રાઠવા તેમજ પોલીસ કર્મી રામકિશોરભાઈ, પ્રવેશભાઈ અને પોલીસ ભરતીની તૈયારી કરી રહેલા ચિરાગભાઈ નેરસીંગભાઈ રાઠવા મળી ચાર મિત્રો બોડેલી કેનાલ ઉપર મોર્િંનગ વૉકમાં નીકળ્યા હતા તે સમયે સેવાસદનની પાછળના ભાગમાં આવેલ નર્મદાની મુખ્ય કેનાલના ધસમસતા પ્રવાહમાં અલ્હાદપુરા તરફ્થી તણાઈને આવી રહેલી મહિલાએ બચાઓ બચાઓની બુમો પાડતા વૉક કરી રહેલા ચાર મિત્રોએ આ વૃધ્ધાને યુવાનોએ કેનાલમાં ઝંપલાવી જીવની પરવા કર્યા વગર બચાવી લીધી હતી.

ઠંડીથી થર થર કાંપી રહેલી વૃધ્ધાને નામ પૂછતાં તેણે પોતે પટેલ કમ્પાઉન્ડમાં રહેતી હોવાનું જણાવ્યું હતુ. નામ જણાવવા વૃધ્ધા સહમત ન હોઈ નામ જાણી શકાયું નથી તેમ ચારે મિત્રોએ જણાવ્યુ હતુ.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;