બોડેલી ખાતે એક મહિનામાં જ આત્મહત્યા ૧૨ બનાવોથી ચિંતા - Sandesh
  • Home
  • Baroda
  • બોડેલી ખાતે એક મહિનામાં જ આત્મહત્યા ૧૨ બનાવોથી ચિંતા

બોડેલી ખાતે એક મહિનામાં જ આત્મહત્યા ૧૨ બનાવોથી ચિંતા

 | 3:19 am IST

 

આત્મહત્યાના કારણો શોધી યુવાધનને બચાવવાના પ્રયાસો જરૃરી

પંથકમાં એક પછી એક બનેલા આત્મહત્યાના બનાવોએ સવાલો ખડા કર્યા

ા બોડેલી ા

છોટાઉદેપુર જિલ્લાના બોેડેલી મુકામે એક મહિનામાં જ પોલીસ ચોપડે નોંધાયેલા ૧૨ આત્મ હત્યાના બનાવો તે સિવાય બારોબાર નીકાલ કરાયેલા બીજા તેટલા જ બનાવો પણ બન્યા હોવાનું જાણવા મળે છે. વધતા જતાં આત્મહત્યાના બનાવોને લીધે બોડેલી જનોમાં ભારે ચિંતા પ્રગટાવી છે. હતાશા અને નિરાશામાં ઘેરાયેલા યુવાનો આયખુ ટૂંકાવી દેવાનો અંતિમવાદી નિર્ણય અંતે શીદ તે લઇ લે છે ? બોડેલી વિસ્તારમાં બનેલી એક પછી એક આત્મ હત્યાની ઘનાઓથી સમાજ ચિંતામાં મુકાયો છે.

એક મહિના પહેલાં જ ૧૦ સપ્ટેમ્બરના રોજ આત્મહત્યા નિવારણ દિનની વૈશ્વિક ઉજવણી થઇ હતી. આત્મહત્યાના કારણો અને તેના નિવારણ અંગે ઠેર ઠેર જાહેર ચર્ચાઓ પણ થઇ હતી. જેના પડઘા હજી શમ્યા નથી. વળી આ દરમિયાન જ આત્મહત્યાઓ પણ વધી ગઇ છે તે પણ હકીકત છે.આત્મહત્યા કરનાર વ્યક્તિઓએ સામાજિક, આર્િથક, માનસિક બાબતોનો તણાવ, ઘરેલુ ઝઘડાઓ અને તેને લીધએ પ્રવર્તતા પારિવારિક મતભેદ, મનભેદ યુવાઓમાં પ્રેમની નિષ્ફળતા સહિત બીજા પણ કારણોસર આત્મહત્યાના બનાવો વ્યાપક પ્રમાણમાં વધ્યા છે. છોટાઉદેપુરના બે નવ યુવાનો બોડેલી પાસે આવી કેનાલમાં કુદી પડયા હતા. નર્મદા કેનાલ શું આત્મહત્યા કરવાનો પોઇન્ટ બની ગયો છે ?બોડેલી વિસ્તારમાં બનતી આવી આત્મહત્યાની શ્રેણીબદ્ધ ઘટનાઓની ઓટલા પરિષદોમાં પણ ચર્ચાઓ થતી ક્યાં નથી સંભળાતી ? આત્મહત્યા કરી જીંદગી ખતમ કરતા યુવાઓને રોકવા ઘનિષ્ઠ જનજાગૃતિ ની જરૃર છે. આ વિસ્તારમાં કામ કરતી વિવિધ એન.જી.ઓ., સંબંધિત સંસ્થાઓ, સમાજ સેવકોએ જાગૃતિ થઇ આત્મહત્યા કરી ઔજીંદગીઓ સમાપ્ત કરવા સુધીના વિચારો કરતા યુવાઓમાં હતાશા, નિરાશા કેમ પ્રવર્તે છે ? તેના કારણો શોધી યુવાધનને બચાવવાના પ્રયાસો કરવાની તાતી જરૃર છે.

;