બોડેલી પો. સ્ટેશનમાં શિબિરમાં માહિતી અપાઇ - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બોડેલી પો. સ્ટેશનમાં શિબિરમાં માહિતી અપાઇ

બોડેલી પો. સ્ટેશનમાં શિબિરમાં માહિતી અપાઇ

 | 4:39 am IST

પો.સ્ટે.ના હોલમાં જાગૃતિ લાવવા યોજાયેલું વક્તવ્ય

”વિકલ્પ” સંસ્થાના ઇન્દિરા પાઠકે પોલીસ કર્મીઓ સહિતને માહિતી આપી

 

। બોડેલી ।

ગુજરાત સ્ટેટ એઇડ્ઝ કન્ટ્રોલ ઓથોરીટી દ્વારા સ્પોન્સર્ડ સંસ્થા ”વિકલ્પ”ના ઇન્દિરા પાઠકે બોડેલી પોલીસ સ્ટેશન હોલમાં પોલીસ કર્મચારીઓ, હોમગાર્ડ, ટ્રાફીકના પુરૃષ અને મહિલા કર્મચારીઓને એક શિબિર યોજી ન્ય્મ્ઊ અંગે માહિતી આપી હતી.   સમાજ વ્યવસ્થામાં ભળીને રહેતા આ સમુદાયને ન્ય્મ્ઊ કોમ્યુનીટી પણ કહે છે.

વિકલ્પની શિબિરમાં ઇન્દિરાબેન પાઠકે જાગૃતિ લાવવા કરેલ વક્તવ્યમાં જણાવ્યું હતું કે, સ્ત્રીઓ જે પોતાને પુરૃષ સમજતી હોય તેમના લગ્ન કરી દેવામાં આવે છે એ લગ્ન વ્યવસ્થામાં એ લોકો રહેવા માંગતા નથી. તેજ રીતે એવા પુરૃષોના લગ્ન કરી દેવામાં આવે છે. જેઓ પણ એ લગ્ન વ્યવસ્થામાં રહેવા માંગતા નથી આ અંગે સુપ્રિમ કોર્ટનો ચુકાદો કહે છે કે, એક વ્યક્તિ જે ભલે પોતાનું શરીર સ્ત્રીનું હોય પણ પોતાની જાતને પુરૃષ સમજતી હોય તો હું મારા ડોક્યુમેન્ટ ચેન્જ કરાવી શકુ છું. એ વ્યક્તિ ભલે આદિવાસી, બ્રાહ્મણ પણ હોય તેમ છતાં તેમને ઓબીસીનો લાભ મળશે.

એલ.જી.બી.ટી.ક્યુ. કોમ્યુનીટીને સમાજે આપણા સાથી તરીકે ઓળખવો જોઇએ. કોઇ વ્યક્તિ પોતાના સ્ત્રી જેવા અંગો હોય અને પુરૃષ જેવા અનુભવો વ્યક્ત કરતા હોય તો પોતે તેને જાહેર નથી કરી શકતા. પોતે ઇચ્છે તો જ જાહેર કરી શકે છે. બીજું કોઇ તેને અન્ય રીતે જાહેરમાં બોલી કે બોલાવી શકતું નથી.

ઇન્દિરાબેને જણાવ્યું હતું કે, મેં એવા કેટલાય એન્જીનીયરો, ડોકટરોને જોયા છે. મંત્રીઓને પણ જોયા છે તે જે આ કોમ્યુનીટીમાંથી બધી જ જગ્યાએ આ લોકો છે. આપણે આંખ, કાન ખોલીને એલજીબીટીક્યુ કોમ્યુનીટીને આવકારતા શીખીએ અને તેમની સાથે વાતચીત કરતા શીખીએ. સજાતિય સંબંધ ધરાવતા વ્યક્તિઓ સાથે બોડેલીમાં આપણે કામ કરી રહ્યા છીએ.

ટ્રાન્સજેન્ડર બોર્ડ બનાવવા માટે પ્રયત્નશીલ છીએ

અમે કુલ ૩૦૦ ટ્રાન્સજેન્ડર અને ૭૦૦ વ્યક્તિ જે પુરૃષો પોતાને સ્ત્રી સમજે છે તેવા વ્યક્તિઓ સાથે કામ કરી રહ્યા છીએ. અમારી વિકલ્પ સંસ્થા આ સંદર્ભે રીસર્ચ કરી રહી છે. પોલીસ, કલેકટર સાથે ચર્ચા કરી રહી છે. અમે ટ્રાન્સજેન્ડર બોર્ડ બનાવવા માટે પ્રયત્નશીલ છીએ. આ બાબતે અમે સક્રિય કામ કરી રહ્યા છીએ. તેમ ઈન્દિરા પાઠકે જણાવ્યુ હતુ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન

;