બોડેલી વિસ્તારમાં નવરાત્રીની ભક્તિભાવ સાથે થતી ઉજવણી - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Newspaper
  • બોડેલી વિસ્તારમાં નવરાત્રીની ભક્તિભાવ સાથે થતી ઉજવણી

બોડેલી વિસ્તારમાં નવરાત્રીની ભક્તિભાવ સાથે થતી ઉજવણી

 | 2:30 am IST

ડીજેના સથવારે ગરબાટીમલીની જામતી રમઝટ

ા બોડેલી ા 

બોડેલી નગર સહિત અલીપુરા અને ઢોકલીયા સાથે સમગ્ર વિસ્તારમાં આદ્યશક્તિ માં અંબાની આરાધનાના પર્વ નવલી નવરાત્રીની ઉજવણી ખૂબ જ હર્ષોલ્લાસભેર ભક્તિભાવપૂર્વક વર્તમાન કોરોના મહામારીને લઇ સરકારની કોરોનાની ગાઈડ લાઈન મુજબ જ કરવામાં આવી રહી છે, બોડેલીના ગરબી ચોક યુવક મંડળ દ્વારા રેલવે ગરનાળા પાસેના ગરબી ચોકમાં આયોજિત નવરાત્રી ઉત્સવમાં ડીજે સિસ્ટમ પર બોડેલી અલીપુરા ઢોકલીયા અને આસપાસના ગામોના યુવક યુવતીઓથી લઈ અબાલ વૃદ્ધો ગરબે ઘુમી ગરબા સાથે ટીમલીની પણ ભારે રમઝટ જમાવી રહ્યા છે.   નવલી નવરાત્રી નાં સાતમા નોંરતે અલીપુરાનાં શ્રાી ખોડીયાર માતાનાં મંદિર નાં પટાંગણમાં જનશક્તિ ખોડીયાર સેવા ટ્રસ્ટ દ્વારા આ વખતે પહેલીવાર જ ડી.જે.નાં તાલે આયોજિત ગરબામાં અલીપુરા સહિત બોડેલી, ઢોકલીયાનાં યુવકયુવતીઓ સાથે આબાલવૃદ્ધો ગરબે ઘુમી ગરબાટીમલીની ભારે રમઝટ બોલાવી રહ્યા છે. અલીપુરા ની ગંગાનગર સોસાયટીમાં પણ યુવક મંડળ દ્વારા ડી.જે. નાં તાલે સોસાયટી સહિત બોડેલી, અલીપુરા અને ઢોકલીયાનું યુવાધન બે તાલી, ત્રણ તાલી, દોઢીયુ સાથે દાંડીયા રાસ ખૂબ જ ઉત્સાહપૂર્વક રમી નવરાત્રી ની ઉજવણી નો લાભ લઇ રહ્યા છે

અલીપુરા ની સમર્પણ સોસાયટી ના યુવક મંડળ દ્વારા પણ નવરાત્રી મહોત્સવ ની ઉજવણી કરવામાં આવી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો

;