બોરતળાવ પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો - Sandesh
  • Home
  • Bhavnagar
  • બોરતળાવ પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

બોરતળાવ પોલીસ મથકનો કોન્સ્ટેબલ લાંચ લેતા ઝડપાયો

 | 12:17 am IST

ભાવનગર, તા.૧૯ 

ભાવનગરના બોરતળાવ પોલીસ મથકના ડ્રાઈવરે પાંચ-છ દિવસ પૂર્વે મારામારી કેસના આરોપીઓ પાસેથી રૃ.પ,૦૦૦ની લાંચ માગી હતી. જે ચેપ્ટર કેસની લાંચની રકમ લેવા ગયેલા પોલીસ જમાદારને એન્ટી કરપ્શન બ્યૂરોની ટીમે હેર સલૂનમાં ટ્રેપ ગોઠવી રંગેહાથ ઝડપી લીધો હતો. 

શહેરના ચિત્રા વિસ્તારમાં રહેતા રમેશભાઈ વનાભાઈ ગોહેલને પાંચ-છ દિવસ પૂર્વે અન્ય શખસો સાથે બોલાચાલી થયા બાદ મારામારી થઈ હતી. આ બનાવ અંગે રમેશભાઈ વનાભાઈ ગોહેલ વિરૃધ્ધ ફરિયાદ નોંધાતા તેઓ પોલીસ મથકે હાજર થઈ જામીન મુક્ત થયા હતા. દરમિયાનમાં આ ચેપ્ટર કેસમાં રમેશભાઈને પોલીસ વધુ હેરાન ન કરે તે માટે બોરતળાવ પોલીસ મથકના કોન્સ્ટેબલ-ડ્રાઈવર ભુપત ભીખાભાઈ વાઘેલાએ રૃ.પ,૦૦૦ની લાંચ માગી હતી. જે લાંચની રકમ શહેરની આર.ટી.ઓ. કચેરી પાસે આવેલ ઓ.કે. હેર આર્ટમાં દેવા આવવાનું નક્કી થતા આ બાબતે રમેશભાઈ ગોહેલે ભાવનગર એસીબીમાં ફરિયાદ કરી હતી. જે ફરિયાદના આધારે આજે મંગળવારે સવારના સુમારે એસબી પીઆઈ મકવા અને જગદિશભાઈ, મહાવીરસિંહ ગોહિલ, ભગીરથસિંહ, અરવિંદભાઈ, સતીષભાઈ ચૌહાણ અને ર્હાિદકસિંહ ગોહિલ સહિતના સ્ટાફે ઉપરોક્ત સ્થળે ટ્રેપ ગોઠવી ઘૂસની રકમ લેવા આવેલા ડી ડિવિ. પોલીસ મથકના ડ્રાઈવર ભુપત વાઘેલાને રકમ સાથે ઝડપી લીધા હતા.