બોલિવૂડના આ નિર્માતા છે ઈંગ્લેન્ડમાં વોન્ટેડ, નામ બદલી નાખ્યું - Sandesh
  • Home
  • World
  • બોલિવૂડના આ નિર્માતા છે ઈંગ્લેન્ડમાં વોન્ટેડ, નામ બદલી નાખ્યું

બોલિવૂડના આ નિર્માતા છે ઈંગ્લેન્ડમાં વોન્ટેડ, નામ બદલી નાખ્યું

 | 1:12 pm IST

બ્રિટને વોન્ટેડ અપરાધીઓની યાદી જાહેર કરી છે. તેમાં ભારતમાં રહેતાં બોલિવૂડના એક નિર્માતાના નામનો પણ સમાવેશ થાય છે. બ્રિટનમાં લાખો પાઉન્ડના ટેક્સ કૌભાંડમાં આ નિર્માતા વોન્ટેડ છે. આ નિર્માતાનું નામ છે સંદીપ અરોરા. તે લંડનના બેકટરમાં રહેતો હતો. તેણે ખોટી ફિલ્મો દર્શાવી વેલ્યુ એડેડ ટેક્સ અને વેરામાં રાહત પેટે 45 લાખ પાઉન્ડ એટલે કે રૂ. 40 કરોડ એકત્ર કર્યા હતાં. જોકે સંદીપ અરોરાને આ ફિલ્મો કદી બનાવી જ ન હતી અથવા તેની સાથે તેને કાંઈ જ લેવાદેવા ન હતી.

હાલમાં 45 વર્ષનો સંદીપ અરોરા મુંબઈમાં રહે છે અને ફિલ્મ જગતમાં કરણ અરોરા નામથી જાણીતો છે. સિટી ઓફ લંડન પોલીસ તથા નેશનલ ક્રાઈમ એજન્સીએ તૈયાર કરેલી નવી યાદીમાં સંદીપ અરોરાના નામનો પણ સમાવેશ થાય છે.

યાદીમાં પાકિસ્તાની કૌભાંડી ફૈસલ બટ્ટના નામનો પણ સમાવેશ થાય છે. બટ્ટને 100થી વધારે બેન્ક ખાતાઓમાં  હજારો પાઉન્ડની ઉચાપત કરવાનો આરોપ મુકાયો હતો. કોર્ટે તેને ગેરહાજરીમાં દોષિત જાહેર કર્યો હતો. હાલમાં તે પાકિસ્તાનમાં રહેતો હોવાનું કહેવાય છે. બ્રિટનમાં છેતરપિંડી તથા સાઈબર ક્રાઈમમાં વધારો થતાં ફેબ્રુઆરીમાં ટાસ્ક ફોર્સની રચના કરાઈ હતી.