બ્રાન્ડ વેલ્યૂ વધારવા માટે બીજાની મદદ જરૃર લઈ શકાય, પણ... - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • બ્રાન્ડ વેલ્યૂ વધારવા માટે બીજાની મદદ જરૃર લઈ શકાય, પણ…

બ્રાન્ડ વેલ્યૂ વધારવા માટે બીજાની મદદ જરૃર લઈ શકાય, પણ…

 | 12:30 am IST
  • Share

આજે વાત કરીએ સમાશ્રયની. મહાભારતના શાંતિપર્વમાં પિતામહ ભીષ્મ યુધિષ્ઠિરને લીડરમાં શ્રેષ્ઠ લીડરશિપ કરવા માટે કયા છ ગુણો હોવા જોઈએ એ વિશે કહે છે. એમાંના પાંચ ગુણો વિશે આપણે વિસ્તૃત ચર્ચા કરી. આજે છઠ્ઠા ગુણ, સમાશ્રય વિશે વાત કરીએ. સમાશ્રયને સમજાવતા ભીષ્મ કહે છે કે જ્યારે આપણે આક્રમણકારીઓથી પીડિત હોઈએ ત્યારે આપણા મિત્ર રાજાની સહાય લેવાની અને લડાઈ ચાલુ રાખવાની! એટલે કે ભીષ્મ સ્પષ્ટ રૃપે કહે છે કે યુદ્ધ હોય કે સ્પર્ધા હોય, પણ ક્યારેય શરણાગતિ સ્વીકારી લેવાની થતી નથી. શરણાગતિ સ્વીકારી લેવા કરતાં મિત્રની મદદ લેવી અને લડાઈ ચાલુ રાખવાની. આખરે કોઈ પણ લીડર માટે તેનું કે તેના ઓર્ગેનાઈઝેશનનું, કે તેની પોલિટિકલ વિચારધારાનું કે તેની બ્રાન્ડનું સર્વાઈવલ વધુ મહત્ત્વનું છે.

પણ સાથે એ પણ યાદ રાખવાનું છે કે સમાશ્રયની સ્ટ્રેટેજી કંઈક અંશે ગેરમાર્ગે દોરે એવી છે. એટલે કે સ્ટ્રેટેજી તો યોગ્ય જ છે, પરંતુ એને ચોક્કસ સંદર્ભમાં સમજતા કોઈ પણ લીડર ગોથું ખાઈ શકે છે અને એને કારણે ગેરમાર્ગે દોરાઈ શકે છે, કારણ કે સમાશ્રયમાં કહેવાયું છે કે જ્યારે આક્રમણકારીઓથી આપણે પીડિત હોઈએ ત્યારે મિત્રોની સહાય લેવી. પણ એ સહાય ક્યારે લેવી અને કઈ રીતે કે કઈ સમજૂતીથી લેવી એ વિશેની કોઈ સ્પષ્ટતા આ સ્ટ્રેટેજીમાં નથી. એને માટે તો દરેક લીડરે તેની વિવેકબુદ્ધિ અને પોતાના અનુભવની જ સહાય લેવાની છે. નહીંતર બકરું કાઢવામાં ઊંટ પેસી જશે અને આક્રમણકારી એટલે કે આપણો સ્પર્ધક અથવા આપણા કપરા સંજોગોમાં તો સામે ઊભો જ રહેશે, આપણે બીજા સ્પર્ધકને અથવા બીજી મુસીબતને ઊભી કરી દઈશું.

યાદ રહે કે પ્રોફ્ેશનલ ફ્રન્ટ પર કોઈ કોઈનું સગું નથી હોતું. એક ડાઈનિંગ ટેબલ પર બેસીને જમતા સગાં ભાઈઓ પણ જીવનમાં કોઈક તબક્કે પોતાના બાપિકા બિઝનેસમાં ભાગ પાડે છે અને પ્રોફ્ેશનલ ફ્રન્ટ પર એકબીજાના સ્પર્ધક બને છે. ત્યાં અન્યો પાસે મદદની અપેક્ષા જ શું રાખવી? એવા સમયે માર્કેટમાં આપણી બ્રાન્ડ કે આપણા ઓર્ગેનાઈઝેશન કોઈકની કટ્ટર સ્પર્ધાનો સામનો કરી રહી હોય કે આપણે આઈડેન્ટિટી ક્રાઈસીસનો ભોગ બનીએ ત્યારે શું દર વખતે આપણને આપણા મિત્રો કે કહેવાતા મિત્રો નિઃસ્વાર્થભાવે સર્વાંગીપણે મદદ કરે ખરા? બનવાજોગ છે કે આવા સમયે કોઈ આપણી લાચારી કે આપણા કપરા સમયનો લાભ ઉઠાવે. બનવાજોગ છે કે એવા સમયે જ્યારે આપણે કોઈક મદદ લેવા જઈએ ત્યારે મિત્ર કે કહેવાતા મિત્ર આપણને કોઈક ડીલ આપે. બનવાજોગ એમ પણ છે કે એ ડીલ બાદ આપણે વર્ષોથી કે લાંબા સમયથી જે મુશ્કેલીનો સામનો કરીએ છીએ એમાંથી સંપૂર્ણપણે બહાર આવી જઈએ, પરંતુ એ મુશ્કેલીમાંથી બહાર આવ્યા પછી આપણને સમજાય કે પેલી ડીલમાં આપણું નુકસાન ગયું છે. તો? અથવા આપણને એમ સમજાય કે આપણો ગેરલાભ લેવાયો છે. તો?

વ્હોટ્સેપનો એક ફેરવર્ડ છે એમ જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ છીએ અથવા ભાવુક હોઈએ છીએ ત્યારે આપણે લાંબું વિચાર્યા વિના કોઈ પણ વાયદો કરી બેસતા હોઈએ છીએ. આ બાબત સમાશ્રય વખતે આપણને લાગુ પડી શકે છે. માર્કેટમાં આપણા સ્પર્ધકની સામે કે આપણા સંજોગોની સામે જ્યારે આપણી બ્રાન્ડને કે આપણા અસ્તિત્વને ટકાવી રાખવા આપણે સમાશ્રયની સ્ટ્રેટેજી અંતર્ગત આપણ મિત્ર પાસે સહાય લેવા જઈએ ત્યારે આપણે ભાવુકતામાં કે આપણા સ્ટ્રેસને ઘટાડવા કોઈક વચન આપી શકીએ છીએ અથવા કોઈક ન કરવા જેવી ડીલ કે ન લેવા જેવો નિર્ણય લઈ શકીએ છીએ.

એના કરતાં જમીન તપાસીને, ભવિષ્યનો પૂરો વિચાર કરીને અને દરેક ડાયમેન્શનથી આપણા હિતનો વિચાર કરીને જ સમાશ્રયની સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવો અને આપણા મિત્રો પાસે સહાય માગવા જવું. સહાયનો બદલો હંમેશાં સહાય જ હોય એ પણ હંમેશાં ધ્યાન રાખવું. એટલે સહાયના બદલામાં કોઈક આર્િથક વળતર અથવા અન્ય કોઈ પણ વચન ટાળવું, જે લાંબાગાળે આપણું નુકસાન કરી શકે. આવા કિસ્સામાં ઘણી વાર એમ પણ થતું હોય છે કે કેટલીક વખત કેટલાક મિત્રો આમ કોઈ આર્િથક નુકસાન કે ખુવારીની ભેટ ન આપે, પરંતુ તેઓ માર્કેટમાં અથવા આપણા સર્કલમાં વારંવાર એવું જરૃર કહેતા ફ્રે કે, આને તો મેં મદદ કરી ત્યારે એનો મેળ પડયો. બાકી, રઝળી પડયો હોત! આવે સમયે પણ નુકસાન તો આપણું જ છે કે આપણે લીધેલી નાનકડી મદદને એ લોકો ઉપકાર ગણાવતા ફ્રતા હોય છે અને આપણને નાનાં કે વેવલાં સાબિત કરવાના પ્રયત્નો કરતા હોય છે.

એના કરતાં તો થોડો વધુ સંઘર્ષ કરી લીધેલો સારો, પરંતુ આપણા ઈમાન કે કોઈક મોટા નુકસાનના બદલામાં સમાશ્રયની સ્ટ્રેટેજી અપનાવવા જેવી નથી, પરંતુ જો આપણી પાસે કુશળ બુદ્ધિ હોય અને આપણને કોઈની પણ પાસે લીધેલી મદદને દરેક ડાયમેન્શનથી

ચકાસી લેવાની આવડત હોય કે આપણા સ્વાભિમાનને ક્યાંય અસર પહોંચે એમ ન હોય તો આ સ્ટ્રેટેજીનો ઉપયોગ કરવો જ. આખરે આપણું કે આપણી બ્રાન્ડનું અસ્તિત્વ મહત્ત્વનું છે. અને સાથે એ પણ યાદ રાખવાનું છે કે જો આપણે ટકી જઈએ છીએ અને પ્રગતિ કરી શકીએ છીએ તો આપણને મળેલી મદદનું વળતર પણ આપણે આપવાનું થાય છે. જેમ નરેન્દ્ર મોદીએ વજુભાઈને રાજકોટની સીટ ખાલી કરી આપવાનું ગર્વભેર વળતર આપી એમને રાજ્યપાલ બનાવેલા એમ જ!

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન