BRICS બેન્કમાં UAE, ઉરુગ્વે, બાંગ્લાદેશ નવા સભ્યો   - Sandesh
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Supplements
  • Ardha Saptahik
  • BRICS બેન્કમાં UAE, ઉરુગ્વે, બાંગ્લાદેશ નવા સભ્યો  

BRICS બેન્કમાં UAE, ઉરુગ્વે, બાંગ્લાદેશ નવા સભ્યો  

 | 12:30 am IST
  • Share

ન્યૂ ડેવલપમેન્ટ બેન્ક દ્વારા સંયુક્ત આરબ અમીરાત (UAE), ઉરુગ્વે અને બાંગ્લાદેશને નવા સભ્યો તરીકે સામેલ કર્યા છે. આ બેન્કની સ્થાપના વિશ્વની પાંચ મુખ્ય પ્રગતિશીલ અર્થવ્યવસ્થા બ્રાઝિલ, રશિયા, ભારત, ચીન અને દક્ષિણ આફ્રિકાએ કરી છે જે બ્રિક્સ બ્લોકના સભ્યો છે. વર્ષ ૨૦૧૫માં ન્યૂ ડેવલપમેન્ટ બેન્કનો આરંભ થયેલો. આ બેન્ક લોન, ગેરેન્ટી, ઈક્વિટી ભાગીદારી અને આર્થિક સંસાધનોના માધ્યમથી જાહેર અને ખાનગી યોજનાઓ માટે સહાયરૃપ થાય છે. બેન્કના વ્યાપાર વિકાસ માટે સદસ્યતામાં વધારો કરાયો છે. બેન્કના અધ્યક્ષ માર્કાેસ ટ્રોયઝોએ કહ્યું કે વિકાસ માટેની માળખાગત સુવિધા વધારવાનું આ એક આદર્શ પ્લેટફોર્મ છે. ભારતે વર્ષ ૨૦૧૨માં ચોથા બ્રિક્સ શિખર સંમેલનમાં નવી દિલ્હી ખાતે આ બેન્કની સ્થાપનાનો વિચાર રજૂ કરેલો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન