બ્રિટનમાં ઇમિગ્રેશન પર કાપ મુકાશે, ભારતિયોને મુશ્કેલી - Sandesh
  • Home
  • World
  • બ્રિટનમાં ઇમિગ્રેશન પર કાપ મુકાશે, ભારતિયોને મુશ્કેલી

બ્રિટનમાં ઇમિગ્રેશન પર કાપ મુકાશે, ભારતિયોને મુશ્કેલી

 | 5:02 am IST

લંડન, તા. ૪

બ્રિટને તેની ઇમિગ્રેશન પોલિસીમાં કાપ મૂકવાનો નિર્ણય લીધો છે જેમાં કામ અને ભણવા માટે આ દેશમાં આવતા યુરોપિયન યુનિયન વિનાના દેશોના લોકો પર ભારે નિયંત્રણો મુકાશે જેનાથી ભારત જેવા દેશોમાંથી બ્રિટનમાં જતા પ્રોફેશનલો માટે આ દેશમાં નોકરી માટે મુશ્કેલીનો સામનો કરવાનો વારો આવશે. ગૃહ સચિવ અંબર રૂડે ર્બિંમગહામમાં કન્ઝર્વેટિવ પાર્ટીની વાર્ષિક કોન્ફરન્સમાં સંકેત આપ્યા હતા કે તેઓ અન્ય દેશોના માઇગ્રેશનના કદને ઘટાડવાના વિકલ્પ અંગે વિચારી રહ્યા છે. અચાનક આકરા નિર્ણયો ઝીંકી દેવાને બ્રેક્ઝિટને સૂત્રો જવાબદાર માની રહ્યા છે.

અંબર રૂડે જણાવ્યું હતું કે, યુરોપિયન યુનિયનમાંથી છૂટા થવું કૂટનીતિનો એક ભાગ હતો અને અમારે જો ખરેખર વેપાર કરવો હશે તો ઇમિગ્રેશનના નવા સ્ત્રોત શોધવા પડશે. અમે ખાસ કરીને કામ અને ભણવા આવતાં લોકો પર જ વધુ ધ્યાન આપ્યું છે. તેમણે જણાવ્યું હતું કે, અમે એવી કંપનીઓ પર વધુ આકરા નિયમ લાદીશું જેથી તેઓ પર પણ લોકોની પસંદગી સમયે ભારણ રહેશે. રૂડે જણાવ્યું હતું કે, અમે બ્રિટિશ ઉદ્યોગો અને કામદારોને પ્રોત્સાહન આપવા માટે આ પગલું ભરી રહ્યા છે. આ દરમિયાન તેમણે એવું પણ જણાવ્યું હતું કે, જે લોકો અહીં એવા લોકોને ભાડે મકાન આપે છે જેઓને કાયદા પ્રમાણે અહીં રહેવાનો હક નથી તેઓને જેલમાં જવાનો વારો આવી શકે છે.

કંપનીઓને પણ સમસ્યા

બ્રિટન દ્વારા ઇમિગ્રેશનમાં નવા નિયમો લાગુ કરવામાં આવશે તો એવી દહેશત સેવાઇ રહી છે કે, વિદેશમાંથી પ્રોફેશનલ્સને બ્રિટિશ કંપનીઓને સ્વદેશ લાવવામાં પણ મોટી સમસ્યા સર્જાશે. આવા કઠિન ટેસ્ટ ફક્ત વિદેશમાંથી બ્રિટનમાં આવતાં લોકો માટે જ બનાવાશે પરંતુ તેમાંથી બ્રિટનના લોકોને બાકાત રાખવામાં આવશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન