બ્રિટનમાં છે ગુજરાતનો ઉનાળો, રસ્તા પર ચાલો તો ચંપલ ચોંટી જાય - Sandesh
  • Home
  • World
  • બ્રિટનમાં છે ગુજરાતનો ઉનાળો, રસ્તા પર ચાલો તો ચંપલ ચોંટી જાય

બ્રિટનમાં છે ગુજરાતનો ઉનાળો, રસ્તા પર ચાલો તો ચંપલ ચોંટી જાય

 | 10:03 am IST

આજકાલ બ્રિટનમાં કાળઝાળ ગરમી પડે છે. તાપમાનમાં અસાધારણ વધારો થયો છે.  ગરમીની દ્રષ્ટિએ હાલમાં ત્યાં ગુજરાત જેવી જ હાલત જોવા મળે છે..  મોટી સંખ્યામાં ટ્રેનો રદ થવાને લીધે ‘મુંબઇની લોકલ ટ્રેન’ જેવી ભીડ લંડનની ટ્રેનોમાં જોવા મળે છે. તાપમાન 33 ડિગ્રી પહોંચી ગયું છે. બર્ન્સમાઉથ અને ડોરસેટમાં કેટલીક જગ્યાએ રસ્તા પણ પીગળ્યા હોવાના અહેવાલો છે. ગરમીએ આખા બ્રિટનને શેકી નાંખ્યું છે.

જુલાઇ મહિનામાં ગરમીનો રેકોર્ડ 36.7 ડિગ્રીનો છે, પરંતુ હાલમાં જે રીતે પારો ઊંચે જઇ રહ્યો છે તે જોતાં કદાચ આ રેકોર્ડ તૂટે તેવું મનાય છે. ઓક્સફર્ડશાયર 33.4 ડિગ્રી, લંડનમાં 33.2 ડિગ્રી અને વેલ્સના પોર્થમાડોગમાં 31.2 ડિગ્રી ગરમી છે.

ઊંચા તાપમાનને કારણે રેલવેને ઓવરહીટિંગની સમસ્યા નડતાં લંડન અને ઓક્સફર્ડ વચ્ચેની ડાયરેક્ટ ટ્રેનો રદ કરવામાં આવતા પ્લેટફોર્મ પર કિડીયારું ઊભરાયું છે અને  ટ્રેનોમાં ભારે ભીડ પણ જોવા મળે છે.

ઘણી જગ્યાએ ગરમીથી બાળકોને બચાવવા માટે સ્પોર્ટ્સ ડેની ઉજવણી પડતી મુકવામાં આવી છે. લોકોને સીધા તડકાથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે. આરોગ્ય વિભાગે વૃદ્ધ અને બાળકોની કાળજી રાખવાનું સૂચન કર્યું છે.

ગરમીને કારણે બ્રિટનમાં નાના-મોટા 32000 વાહનો ખોટકાયા હોવાના અહેવાલ મળ્યા છે. રાહદારીઓએ 36 ડિગ્રીનો તાપમાં સેકાઈ રહ્યાં છે. કેટલીક શાળાઓએ વિદ્યાર્થીઓનેને બ્લેઝર ન કાઢવાની સૂચના આપી છે. ગરમીને કારણે મોટી સંખ્યામાં યુવાનો સ્વિમિંગ પૂલ અને બીચ તરફ વળ્યા હતા. ઘણા ગાર્ડન્સમાં પણ ભીડ જોવા મળી હતી.