બ્રેઇનડેડ મહિલાનું અંગદાન : દર્દીમાં પ્રત્યારોપણ માટે બે ફેફસાં ફ્લાઇટથી હૈદરાબાદ મોકલાયા - Sandesh
  • Home
  • Ahmedabad
  • બ્રેઇનડેડ મહિલાનું અંગદાન : દર્દીમાં પ્રત્યારોપણ માટે બે ફેફસાં ફ્લાઇટથી હૈદરાબાદ મોકલાયા

બ્રેઇનડેડ મહિલાનું અંગદાન : દર્દીમાં પ્રત્યારોપણ માટે બે ફેફસાં ફ્લાઇટથી હૈદરાબાદ મોકલાયા

 | 4:52 am IST
  • Share

રાજસ્થાનમાં અકસ્માતમાં ઇજાગ્રસ્ત થતાં મહિલાને સારવાર અર્થે અમદાવાદ સિવિલ લવાયા હતા

બે કિડની, બે ફેફસાં અને લીવરનું દાન મેળવાયુંરાજસ્થાનના દર્દીના અંગદાનથી જરૂરિયાતમંદ દર્દીઓને જીવનદાન મળશે

એક વ્યક્તિના અંગદાનથી 10 લોકોને નવજીવન મળતું હોવાનું એક રિસર્ચમાં કહેવાયું છે. ત્યારે અંગદાન માટે હવે લોકો વધુને વધુ જાગૃત બનતાં જરૂરિયાતમંદ દર્દીઓને તેનો લાભ મળે છે. શહેરની સિવિલ હોસ્પિટલમાં દાખલ રાજસ્થાનના બ્રેઇનડેડ મહિલાના અંગદાનથી અનેક દર્દીઓના જીવનમાં અજવાસ પથરાશે. જેમાં દર્દીનાં બંને ફેફસાને ગ્રીન કોરિડોર કરી ચાર્ટર્ડ ફ્લાઈટ મારફતે હૈદરાબાદના દર્દીમાં પ્રત્યારોપણ કરવા માટે મોકલવામાં આવ્યા હતા. આમ અમદાવાદ સિવિલમાં રાજસ્થાનના દર્દીના અંગદાનથી હૈદરાબાદના દર્દીને નવજીવન મળશે.

તાજેતરમાં કરાયેલા અંગદાનની વિગતો આપતા સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ.રાકેશ જોષી જણાવ્યું હતું કે, મૂળ ડુંગરપુર, રાજસ્થાનના 46 વર્ષીય બસુબેન કલાસુઆનો 21 નવેમ્બરના રોજ રાજસ્થાનમાં અકસ્માત થતાં પ્રાથમિક સારવાર અર્થે પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ડુંગરપુર ત્યારબાદ વધુ સારવાર અર્થે હિંમતનગરની સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. સ્થિતિ વધુ ગંભીર બનતાં અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં સારવાર અર્થે લાવવામાં આવ્યા. જ્યાં 23 નવેમ્બરના રોજ તેઓને બ્રેઈનડેડ જાહેર કરાયા હતા. બ્રેઈનડેડ જાહેર થતાં તેમના પરિવારજનોને સિવિલ હોસ્પિટલની ર્જીં્્ર્ં(જીંટ્વંી ર્ંખ્તિટ્વહ ્ૈજજેી ્ટ્વિહજૅઙ્મટ્વહં ર્ંખ્તિટ્વહૈડટ્વંર્ૈહ)ની ટીમ દ્વારા અંગદાનનું મહત્ત્વ સમજાવીને અંગદાન માટે પ્રેરવામાં  આવ્યા હતા. બસુબેનના પરિવારજનો દ્વારા અંગદાનની સંમતિ દર્શાવતા તેમની બંને કિડની, બે ફેફસા અને લીવરના અંગોનું દાન મેળવવામાં સફ્ળતા મળી હતી. જેના કારણે કેટલાક જરૂરિયાતમંદ દર્દીને નવજીવન મળશે.

અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં અંગદાનની પ્રવૃત્તિ વેગ પકડી રહી છે. ત્યારે છેલ્લાં 10 મહિના દરમિયાન આજ દિન સુધીમાં સિવિલમાં 20 લોકોના શરીરમાંથી મેળવેલા 68 જુદા જુદા અંગથી જુદા જુદા 54 લોકોના જીવનમાં અજવાસ પથરાયો છે. એટલે જેમ જેમ અંગદાનની જાગરુકતા વધી રહી છે તેમ લોકો અંગદાન માટે સંમત થઇ રહ્યા છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો