બ્રેસ્ટને નુકસાન તો નહીં થઈ જાય? - Sandesh

બ્રેસ્ટને નુકસાન તો નહીં થઈ જાય?

 | 2:05 am IST

પ્રશ્નઃ હું ૨૪ વર્ષની છું. મારી બ્રેસ્ટ સુડોળ છે, મારો બોય ફ્રેન્ડ તે દબાવે છે અને મને ગમે છે, પરંતુ એથી કોઈ નુકસાન તો નહીં થાય? મને સતત ડર રહે છે. 

જવાબઃ જો દબાણ તમને પીડા થાય એટલું ન થતું હોય તો કોઈ ચિંતા કરવાની જરૂર નથી. 

પ્રશ્નઃ મારાં લગ્નને ચાર મહિના થયા, અમે સમાગમ કરી શક્યા નથી. પત્નીની વજાઈના ખુબ જ સાંકડી હોવાથી હું પ્રવેશ કરાવી શકતો જ નથી. તો આનો ઉપાય શો? 

જવાબઃ જો પત્નીને સમાગમથી ડર કે સંકોચ હોય તો દૂર કરો. ડર અને સંકોચથી સ્નાયુઓ ખેંચાયેલા રહે તો આ સમસ્યા થઈ શકે છે. જો એમ ન હોય તો તમારી પત્નીનો યોનિપટલ વધારે પડતો મજબુત હોઈ શકે. ગાયનેકોલોજિસ્ટને બતાવો. યોનિપટલ ભેદવાની સાવ નજીવી સારવારથી સમસ્યા ઉકલી જશે.